Rishabh Pant WTC Record: ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં 23 રનની ઈનિંગ દરમિયાન એક સિક્સર ફટકારતાની સાથે જ પંતે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સને પાછળ છોડી દીધા અને આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી થોડા મહિના અગાઉ નિવૃત્તિ લઈ ચૂકેલા બેન સ્ટોક્સ હવે આ યાદીમાં બીજા ક્રમે સરકી ગયા છે, જ્યારે 18 મહિના પહેલા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા પૂર્વ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા ત્રીજા સ્થાને યથાવત છે.
WTC માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોચના બેટ્સમેન
1) ઋષભ પંત (ભારત):
ભારતીય વિકેટકીપર બેટ્સમેને 44 મેચમાં અત્યાર સુધી 89 સિક્સર ફટકારી છે અને 43.04 ની સરેરાશથી કુલ 3099 રન બનાવ્યા છે. આક્રમક બેટિંગ શૈલી માટે જાણીતા પંતે ઓછી મેચોમાં આ સિદ્ધિ મેળવી છે.
2) બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ):
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન હવે બીજા સ્થાને આવી ગયા છે. સ્ટોક્સે 64 મેચમાં 88 સિક્સર ફટકારી છે અને WTC માં કુલ 3857 રન નોંધાવ્યા છે.
3) રોહિત શર્મા (ભારત):
ટેસ્ટ ક્રિકેટમાંથી 18 મહિના અગાઉ નિવૃત્તિ લેવા છતાં રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. તેમણે 40 મેચમાં 56 સિક્સર ફટકારવાની સાથે 2716 રન બનાવ્યા હતા.
4) શુભમન ગિલ (ભારત):
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ પણ ટોપ-5 માં સામેલ છે. ગિલે 44 મેચમાં 48 સિક્સર ફટકારી છે અને તેમના નામે 3032 રન નોંધાયેલા છે.
5) યશસ્વી જયસ્વાલ (ભારત):
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે 32 મેચમાં 45 સિક્સર ફટકારી છે અને બેટિંગ કરતા કુલ 2673 રન બનાવ્યા છે.
6) હેરી બ્રુક (ઈંગ્લેન્ડ):
ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન હેરી બ્રુકે અત્યાર સુધી 37 મેચ રમી છે, જેમાં તેમના બેટમાંથી 44 સિક્સર અને 3214 રન આવ્યા છે.
7) રવીન્દ્ર જાડેજા (ભારત):
ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 50 મેચમાં 42 સિક્સર ફટકારવાની સાથે 2675 રન કર્યા છે.
