Rajat Patidar Injury News in Gujarati: રોયલ ચેલેન્જર્સ બેંગલોરને IPL 2023ની પહેલી મેચ પછી મોટો ઝટકો લાગ્યો છે. ગઈ સીઝનનો સ્ટાર બેટર રજત પાટીદાર સમગ્ર સિઝનમાંથી બહાર થઈ ગયો છે. 29 વર્ષીય બેટરને એચિલીસની હીલમાં ઈજા થઈ હતી અને NCAમાં તેની સારવાર થઈ રહી હતી. RCBને તાજેતરમાં આશા હતી કે મધ્યપ્રદેશનો બેટ્સમેન આ સીઝનમાં કોઈક તબક્કે રમવા માટે ઉપલબ્ધ થઈ જશે. જો કે, હવે આવું થશે નહીં.
ગઈ સીઝનમાં પાટીદારનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, ગઈ સીઝનમાં પાટીદારે ટૂર્નામેન્ટની એલિમિનેટર મેચમાં સદી ફટકારી હતી. આ સાથે જ તે લીગમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યા હતો. સીઝનમાં તે RCB માટે થર્ડ હાઈએસ્ટ રન સ્કોરર હતો. તેણે 7 ઇનિંગ્સમાં 152.75ની સ્ટ્રાઇક રેટથી 333 રન બનાવ્યા હતા.
રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી
હજી સુધી RCBએ રજત પાટીદારના રિપ્લેસમેન્ટની જાહેર કરી નથી. જોવાનું રહેશે કે આગામી સમયમાં બેંગ્લોર લાઈક-ટુ-લાઈક રિપ્લેસમેન્ટ કરીને કોઈ બેટરનો પોતાની ટીમમાં સમાવેશ કરે છે કે પછી ઓલરાઉન્ડર અથવા ફાસ્ટ બોલર પર પસંદગી ઉતારે છે.