Rajiv Gandhi Stadium, Hyderabad: બેટ્સમેન માટે સ્વર્ગ સમાન છે હૈદરાબાદની પિચ, અહીં ભારતનો રેકોર્ડ રહ્યો છે રસપ્રદ, જાણો A to Z ડીટેલ

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Tue, 03 Oct 2023 10:17 AM (IST)Updated: Tue, 03 Oct 2023 10:17 AM (IST)
rajiv-gandhi-stadium

Rajiv Gandhi Stadium, Hyderabad: હૈદરાબાદમાં 27 વર્ષ પછી ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાશે. છેલ્લે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની ટીમ 16 ફેબ્રુઆરી 1996ના રોજ એક બીજા સામે ટકરાઈ હતી, જેમાં વિન્ડીઝે 6 વિકેટે બાજી મારી હતી. જો કે, જેમ સમય આગળ વધતો ગયો એમ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમની ચમક ઘટવા લાગી અને હવે રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચો રમાઈ રહી છે.

રાજીવ ગાંધી સ્ટેડિયમ પોતાની હાઈ સ્કોરિંગ મેચો માટે જાણીતું છે. તે 2006થી મેચ રેડી હતું. તેણે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 7 વનડે અને 3 T20 મેચોની યજમાની કરી છે. આ વખતે અહીં વર્લ્ડ કપની ત્રણ મેચો રમાશે.

બેઠક ક્ષમતા
જ્યારે આ સ્ટેડિયમ બન્યું, ત્યારે શરૂઆતમાં તેની બેઠક ક્ષમતા 55 હજાર રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જો કે, હાલ સ્ટેડિયમ 40 હજાર પ્રેક્ષકોને જ મેચ દરમિયાન સમાવી શકે છે. સ્ટેડિયમમાં 60 કોર્પોરેટ બોક્સ છે, દરેક બોક્સમાં 25 લોકોની બેઠક ક્ષમતા રહેશે. આ બધા કોર્પોરેટ બોક્સ સ્ટેડિયમના સાઉથ અને નોર્થ બ્લોક્સમાં જ આવ્યા છે.

naidunia_image

બેટ્સમેન માટે સ્વર્ગસમાન છે હૈદરાબાદની વિકેટ
હૈદરાબાદની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે. અહીંયાની વિકેટને બેટ્સમેન માટે સ્વર્ગસમાન ગણવામાં આવે છે. કુલ 6 વિકેટ્સ અવેલેબલ રહેશે. દરેકમાં પ્રોપર બાઉન્સ જોવા મળશે અને વર્લ્ડ કપમાં અહીં જેટલી પણ મેચો રમાશે, તેમાં રનનો ઢગલો થઈ જશે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

ભારતનો સક્સેસ રેટ
વર્લ્ડ કપ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવવાનો હોવાથી અમે અહીં ભારતના સક્સેસ રેટ માટે આ ગ્રાઉન્ડ ખાતેના રેકોર્ડને જ ધ્યાનમાં લીધો છે. ટીમ ઇન્ડિયાએ અહીંયા 7 મેચો રમી છે, જેમાંથી 4માં જીત મળી છે તો 3માં હારનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય બાબત એ છે કે, ટીમ ઇન્ડિયાએ અહીંયા પહેલા પોતાની રમેલી પ્રથમ ત્રણ મેચ ગુમાવી હતી, જે બાદ છેલ્લી 4 મેચથી ટીમ જીતતી આવી છે. ભારતીય ટીમ અહીંયા 2009થી અપરાજિત છે.

નોટ: સ્ટોરીમાં મેચના આંકડા વર્લ્ડ કપ શરૂ થાય એ પહેલાના છે.

વર્લ્ડ કપ 2023માં રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે આ મેચો રમાશે.

ટીમ તારીખ અને સમય 
પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ્સ   6 ઓક્ટોબર, બપોરે 2 વાગે 
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ્સ 9 ઓક્ટોબર, બપોરે 2 વાગે 
પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા 10 ઓક્ટોબર, બપોરે 2 વાગે 

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.