PBKS vs CSK: આજે ચેન્નાઇ અને પંજાબ વચ્ચે જામશે મેદાની જંગ, CSKને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મેચ જીતવી જરુરી

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 05 May 2024 02:51 PM (IST)Updated: Sun 05 May 2024 02:51 PM (IST)
punjab-kings-vs-chennai-super-kings-53rd-match-live-cricket-score-commentary-ipl-2024-324891

53rd match of IPL 2024: IPL 2024 ની 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. છેલ્લી મેચમાં PBKS એ CSK ને ઘરઆંગણે હરાવ્યું હતું. ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈ ધર્મશાળામાં હારનો બદલો લેવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ચાલો તમને સંભવિત પ્લેઈંગ 11 અને પીચ રિપોર્ટ વિશે જણાવીએ.

CSK ટીમ હાલમાં IPL 2024 ના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ચેન્નાઇ ટીમ માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આ મેચ જીતવી જરૂરી છે. પંજાબ અને ચેન્નાઈની આ મેચ ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે ધર્મશાળાની પીચ કોના પક્ષમાં રહેશે બેટ્સમેન કે બોલરોના?

ધર્મશાળાના HPCA સ્ટેડિયમની પિચ પર ઝડપી બોલરોને મદદ મળે છે. ગત IPL સિઝનમાં આ મેદાન પર કુલ બે મેચ રમાઈ હતી, જેમાં હાઈસ્કોરિંગ મેચ જોવા મળી હતી. ગત ODI વર્લ્ડ કપમાં પણ સારી બેટિંગ વિકેટ જોવા મળી હતી. આ પીચ પર પ્રથમ દાવમાં ઝડપી બોલરોને મદદ મળે તેવી અપેક્ષા છે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરશે, કારણ કે પાછળથી બેટિંગ કરનાર ટીમ લક્ષ્યનો પીછો કરવામાં સંઘર્ષ કરતી જોવા મળે છે.

જો આપણે PBKS અને CSK વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ, તો બંને ટીમ કુલ 29 વખત આમને-સામને ટકરાય છે, જેમાં પંજાબ કિંગ્સે 14 મેચ અને ચેન્નાઇએ 15 મેચમાં જીત મેળવી છે.