PM Modi 76th Birthday: યુવરાજ સિંહ અને સુરેશ રૈનાએ પાઠવી ખાસ શુભેચ્છા, દેશ-વિદેશથી શુભેચ્છાઓનો વરસાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે ક્રિકેટરો અને ફિલ્મસ્ટારોએ પણ શુભેચ્છા પાઠવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 17 Sep 2026 11:11 AM (IST)Updated: Thu, 17 Sep 2026 11:11 AM (IST)
pm-narendra-modi-76th-birthday-wishes-yuvraj-singh-suresh-raina-post
PM Modi 76th Birthday Wishes

PM Narendra Modi 76th Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 17 સપ્ટેમ્બરના રોજ તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસના ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. દિગ્ગજ ક્રિકેટરો અને ફિલ્મજગતના કલાકારો વડાપ્રધાનને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પાઠવી શુભેચ્છા

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે 'X' પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભવ્ય શુભેચ્છાઓ પાઠવી હતી. યુવરાજ સિંહે પોસ્ટમાં લખ્યું હતું કે, "આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું નેતૃત્વ ભારતને એક મજબૂત અને પ્રગતિશીલ ભવિષ્ય તરફ આગળ લઈ જઈ રહ્યું છે. આવનારું વર્ષ આપના માટે ઉત્તમ સ્વાસ્થ્ય, ખુશીઓ અને સતત સફળતા લઈને આવે."

સુરેશ રૈનાએ દેશ પ્રત્યેના સમર્પણને બિરદાવ્યું

પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, "આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, શક્તિ અને ખુશીઓ પ્રદાન કરે. દેશ પ્રત્યેનું આપનું સમર્પણ લાખો લોકોને પ્રેરણા આપતું રહે અને ભારતને પ્રગતિ, ગૌરવ અને સન્માનની નવી ઊંચાઈઓ પર લઈ જાય. જય હિંદ!"

આ ઉપરાંત દેશના રાજકીય નેતાઓ, મનોરંજન ક્ષેત્રના કલાકારો, દિગ્ગજ હસ્તીઓ તેમજ ક્રિકેટ જગત સાથે જોડાયેલી હસ્તીઓ વડાપ્રધાનને ખાસ દિવસે વિશેષ શુભેચ્છા સંદેશ આપી રહ્યા છે. સૌ કોઈ વડાપ્રધાન મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.