Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (May 01, 2026): આઈપીએલ 2026ની 19મી સિઝન હવે રોમાંચક વળાંક પર પહોંચી છે. 42 મેચોના અંતે બેટ્સમેનો વચ્ચે રન બનાવવાની હોડ જામી છે. હાલમાં ઓરેન્જ કેપ સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પાસે છે. અભિષેકે 9 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 425 રન નોંધાવ્યા છે.
રસપ્રદ વાત એ છે કે બીજા સ્થાને પણ હૈદરાબાદનો જ બેટ્સમેન હેનરિક ક્લાસેન (414 રન) છે, જે અભિષેકને ટક્કર આપી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પણ પોતાની પ્રતિભા સાબિત કરતા 400 રન સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો
કોહલી અને ગિલ વચ્ચે રસાકસી
ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની તાજેતરની મેચ બાદ સમીકરણો બદલાયા છે. વિરાટ કોહલી હાલમાં 9 મેચમાં 379 રન સાથે ચોથા ક્રમે છે. ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ તેનાથી માત્ર 6 રન પાછળ એટલે કે 373 રન સાથે પાંચમા સ્થાને છે. ગિલે RCB સામે 18 બોલમાં 43 રન ફટકારીને કોહલીને જોરદાર લડત આપી છે.
ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 5 Orange Cap Contenders in IPL 2026
- અભિષેક શર્મા (SRH): 9 મેચ, 425 રન
- હેનરિક ક્લાસેન (SRH): 9 મેચ, 414 રન
- વૈભવ સૂર્યવંશી (RR): 9 મેચ, 400 રન
- વિરાટ કોહલી (RCB): 9 મેચ, 379 રન
- શુભમન ગિલ (GT): 8 મેચ, 373 રન
આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List
| ખેલાડી | મેચ | ઇનિંગ્સ | રન | એવરેજ | સ્ટ્રાઈક રેટ | ચોગ્ગા | છગ્ગા |
|---|---|---|---|---|---|---|---|
| અભિષેક શર્મા | 9 | 9 | 425 | 53.12 | 209.36 | 40 | 31 |
| હેનરિકક્લાસેન | 9 | 9 | 414 | 59.14 | 157.41 | 32 | 18 |
| વૈભવ સુર્યવંશી | 9 | 9 | 400 | 44.44 | 238.10 | 34 | 37 |
| વિરાટ કોહલી | 9 | 9 | 379 | 54.14 | 165.50 | 42 | 15 |
| શુભમન ગિલ | 8 | 8 | 373 | 46.62 | 155.42 | 34 | 17 |
| કેએલ રાહુલ | 8 | 8 | 358 | 51.14 | 185.49 | 36 | 19 |
| પ્રભસિમરન સિંહ | 8 | 7 | 346 | 57.67 | 179.27 | 37 | 17 |
| સાઈ સુદર્શન | 9 | 9 | 328 | 36.44 | 162.38 | 33 | 17 |
| ઈશાન કિશન | 9 | 9 | 312 | 34.67 | 197.47 | 35 | 16 |
| શ્રેયસ અય્યર | 8 | 7 | 309 | 61.80 | 174.58 | 18 | 22 |
