New Zealand vs England, 3rd Test: આજથી હેમિલ્ટનના સેડન પાર્કમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે. આજે મેચના પ્રથમ દિવસે સૌથી વધુ ચર્ચા કેન વિલિયમસનની થઈ રહી છે. તે જ રીતે આઉટ થયો તેને જોઈ સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. તેનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
કેન વિલિયમસન સારી બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે 59મી ઓવરમાં મેથ્યૂ પોટ્સે ઓફ સ્ટમ્પની લાઈનમાં વિલિયમસને ડિફેન્સ કર્યો હતો. જે બોલ બાઉન્સ થઈને સ્ટમ્પ તરફ જઈ રહી હતી. ત્યારે વિલિયમસને બોલને તેના પગથી રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારે તેનો પગ અને બોલ બંને સ્ટમ્પ પર લાગી જાય છે અને બેલ્સ પડી જાય છે. આ રીતે, વિલિયમસન 87 બોલમાં 9 ફોર મારીને 44 રને આઉટ થયો હતો.
#KaneWilliamsonpic.twitter.com/VsddA5Kfjo
— Rajat Gupta (@Rajatgupta199) December 14, 2024
આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દિવસના અંત સુધીમાં 9 વિકેટના નુકશાન પર 315 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડ માટે ટોપ ઓર્ડરે સારી બેટિંગ કરી હતી. જ્યારે મિડિલ ઓર્ડર નિષ્ફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડ માટે મેથ્યૂ પોટ્સ અને ગસ એટકિન્સને 3-3 વિકેટ લીધી છે. જ્યારે બાર્યડન કર્સે 2 અને બેન સ્ટોક્સે 1 વિકેટ ઝડપી હતી.