IND vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 356 રનમાં ઓલઆઉટ, ટોમ બ્લંડેલ સદી ચૂક્યો

IND vs NZ: ક્રાઈટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 356 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. જેમાં ભારત તરફથી આકાશદીપે સૌથી વધુ 5 વિકેટ લીધી છે, તો બ્લન્ડેલે સૌથી વધુ 89 રનની ઈનિંગ રમી.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 28 Nov 2026 10:14 AM (IST)Updated: Sat, 28 Nov 2026 10:14 AM (IST)
new-zealand-all-out-for-356-runs-in-the-first-innings-ind-vs-nz-2nd-test

IND vs NZ: ક્રાઈટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 356 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. જેમાં ભારત તરફથી આકાશદીપે સૌથી વધુ 5 વિકેટ લીધી છે જ્યારે કંબોજ અને બ્રારને બે-બે વિકેટ મળી છે તો વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી છે. જો ન્યૂઝીલેન્ડની બેટિંગ વિશે જોઈએ તો બ્લન્ડેલે સૌથી વધુ 89 રનની ઈનિંગ રમી છે. ગઈ કાલના 246/5 ના સ્કોરથી આગળ રમતા ન્યૂઝીલેન્ડે આજે 110 રન બનાવ્યા અને ઓલ આઉટ થઈ ગઈ.

બ્લંડલે ફટકાર્યા 89 રન

ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન બ્લંડેલે ફટકાર્યા છે. જોકે તે સદી ચૂકી ગયો હતો પરંતુ તેમણે ન્યૂઝીલેન્ડને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી 89 રનની ઈનિંગ રમી હતી. મિશેલ સાથે તેમણે 74 રનની ભાગીદારી કરી હતી. મિશેલે 36 રનની ઈનિંગ રમી હતી તો ઓફનર ટોમ લાથને 59 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યૂઝીલેન્ડમાં પાંચ વિકેટ ઝડપનાર આકાશ દીપ માત્ર પાંચમો ભારતીય

તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પણ આકાશ દીપે પોતાની શાનદાર બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા, પરંતુ તે મેચમાં તે માત્ર ત્રણ જ વિકેટ લઈ શક્યો હતો. જોકે, ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં તેણે પોતાનું આ જ દમદાર ફોર્મ જાળવી રાખ્યું અને એક જ ઇનિંગમાં 5 વિકેટ ઝડપવાની સિદ્ધિ પ્રાપ્ત કરીને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી છે. આકાશદીપે 99 રન આપીને પાંચ વિકેટ લીધી છે. આ સાથે જ આકાશ દીપ ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં 5 વિકેટ લેનાર માત્ર પાંચમો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. આ પહેલા ભારત તરફથી ફક્ત ચાર ખેલાડીઓ જ આ પરાક્રમ કર શક્યા છે. જેમાં ઝહીર ખાન, ઈશાંત શર્મા. મદનલાલ અને શ્રીનાથનો સમાવેશ થાય છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન:

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, જસપ્રિત બુમરાહ,ગુરનૂર બ્રાર.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન:

ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, મેટ હેનરી, જેકબ ડફી, કાયલ જેમિસન.