Nepal vs Namibia: 22 વર્ષીય બેટ્સમેન જાન નિકોલ લોફ્ટીએ T20Iમાં ફટકારી સૌથી ઝડપી સદી, રોહિત, મિલરનો રેકોર્ડ તોડ્યો

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 27 Feb 2024 03:50 PM (IST)Updated: Tue 27 Feb 2024 03:50 PM (IST)
nepal-vs-namibia-jan-nicol-loftie-smashed-t20-fastest-hundred-breaks-rohit-sharma-david-miller-record-290198

Jan Nicol Loftie: નેપાળ ટ્રાઇ-નેશન T20I સિરીઝ શરૂ થઈ ગઈ છે, જ્યાં કીર્તિપુરમાં નામીબિયા અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં નામિબિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાની ટીમની શરૂઆત ધમાકેદાર રહી હતી.

33 બોલમાં સદીનો રેકોર્ડ
નામીબિયાની ટીમ વતી મલાન કરુગર અને જાન નિકોલ લોફ્ટી ઈટને શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂતી અપાવી હતી. જાન નિકોલ લોફ્ટી ઈટનને T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 33 બોલનો સામનો કરીને ટી20 ક્રિકેટમાં ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ, નેપાળના કુશલ મલ્લાએ એશિયન ગેમ્સ 2023માં મંગોલિયા સામે 34 બોલમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.

જાણો પહેલા આ રેકોર્ડ કોના નામે હતો
કુશલ મલ્લ પછી ત્રીજા સ્થાને ડેવિડ મિલરનું નામ છે, જેણે વર્ષ 2017માં 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કેપ્ટન રોહિત શર્માના નામે છે, જેણે શ્રીલંકા સામે 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન

  • જાન નિકોલ લોફ્ટી ઈટન - 33 બોલમાં સદી ફટકારી (2024)
  • કુશલ મલ્લા - 34 બોલમાં સદી ફટકારી (2023)
  • ડેવિડ મિલર - 35 બોલમાં સદી ફટકારી (2017)
  • રોહિત શર્મા - 35 બોલમાં સદી ફટકારી (2017)

207 રનનો ટાર્ગેટ આપ્યો હતો
પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ટીમ વતી માલન કરુગરે 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેમના સિવાય જાન નિકોલ લોફ્ટી ઈટનએ 101 રનની તોફાની ઈનિંગ રમી હતી અને ટીમને આ સ્કોર બનાવવામાં નોંધપાત્ર મદદ કરી હતી. આ રીતે નેપાળની ટીમને મેચ જીતવા માટે 207 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.