IPL 2027: શું ફરી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે રોહિત? MI ની રહસ્યમય પોસ્ટે વધાર્યા ફેન્સના ધબકારા

હાર્દિક પંડ્યાના ગયા પછી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીને લઈને અટકળો ચાલી રહી છે. MIની રહસ્યમય પોસ્ટમાં ટોપી સાથેનો ફોટો રોહિત શર્માના IPL 2027માં કેપ્ટન તરીકે પાછા ફરવાની અફવાઓને વેગ આપી રહ્યો છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 26 Nov 2026 02:11 PM (IST)Updated: Thu, 26 Nov 2026 02:11 PM (IST)
mumbai-indians-made-a-mysterious-post-ahead-of-ipl-2027
શું રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન?

IPL 2027: જ્યારથી હાર્દિક પંડ્યાએ મુંબઈનો સાથ છોડ્યો છે ત્યારથી સૌના મનમાં એ જ સવાલ ચાલી રહ્યો છે કે હવે મુંબઈ ઈન્ડિયન્સ કેપ્ટન્સી કોણ કરશે. ઘણા રિપોર્ટમાં કહેવાં આવી રહ્યું છે કે, રોહિત શર્મા ફરી કેપ્ટન બની રહ્યો છે. જોકે એમઆઈ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જેના કારણે ફેન્સ હજુ પણ મુંજવણમાં છે. તો બીજી તરફ આજે મુંબઈ ઈન્ડિયન્સે એક રહસ્યમયી પોસ્ટ કરીને ફરી ફેન્સને વિચારવા માટે મજબૂર કરી દીધા છે.

શું રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન?

મુંબઈના નવા કેપ્ટનને લઈને અફવાઓનું બજાર ગરમ છે. 2027 મુંબઈ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવાની છે. હવે મુંબઈએ તેના ઓફિશયલ એક્સ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં હાથમાં ટોપી સાથેનો ફોટ શેર કરવામાં આવ્યો છે. હવે આ ખેલાડી કોણ છે તે અંગે ચર્ચા શરુ થઈ છે. લોકો તેને રોહિત શર્મા સાથે જોડી રહ્યા છે અને તેને મુંબઈનો નવો કેપ્ટન માની રહ્યા છે. જોકે આ પોસ્ટ કરતી વખતે મુંબઈએ કઈ પણ લખ્યું નથી, ફક્ત હાથમાં ટોપી સાથેનો ફોટો શેર કર્યો છે.

પંજાબ તરફથી રમશે હાર્દિક પંડ્યા

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2027 પહેલા હાર્દિક પંડ્યાએ મુંબઈ છોડી પંજાબનો હાથ પકડી લીધો. હાર્દિકના બદલામાં પંજાબે અર્શદીપ સિંહને મુંબઈને આપ્યો. જોકે, હાર્દિકની કેપ્ટન્સીમાં મુંબઈને ઘણી નિરાશા હાથ લાગી હતી. 44 મેચમાં માત્ર 17 મા જ જીત મળી હતી. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ છેલ્લા ત્રણ સિઝનથી ફાઈનલમાં પણ પહોંચી શકી નથી. ગુજરાતને ચેમ્પિયન બનાવ્યા બાદ જ્યારે હાર્દિકની મુંબઈનાં એન્ટ્રી થઈ ત્યારે બધાને એમ હતું તેવું થઈ શક્યું નહીં. રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી લઈ લેવામાં આવતા ફેન્સ પણ નારાજ થયા હતા અને ઘણા પ્રસંગે હાર્દિકને વિરોધનો પાણ સામનો કરવો પડ્યો હતો.

રોહિતે મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું

રોહિતને જ્યારે કેપ્ટનપદેથી હટાવ્યો ત્યારે ઘણા લોકોને આંચકો લાગ્યો હતો. કારણ કે રોહિતે મુંબઈ પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. વર્ષ 2013, 2015, 2017, 2019 અને છેલ્લે 2020 માં મુંબઈ રોહિતની કપ્તાનીમાં ચેમ્પિયન બન્યું હતું. પરંતુ અચાનક 2024 મા રોહિતને હટાવી હાર્દિકને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો. પરંતુ આ નિર્ણય મુંબઈ માટે ઘાતક સાબિત થયો.