ગંભીરની એક જીદે સિરાજનું કર્યું મોટું નુકસાન, 6 વર્ષથી ચાલ્યો આવતો સિલસિલો ન્યૂઝીલેન્ડમાં તૂટ્યો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રખાયો છે, જેનાથી તેની 6 વર્ષથી વિદેશી ટેસ્ટ સિરીઝ રમવાની પરંપરા તૂટી ગઈ છે. કેપ્ટન ગિલ અને ગૌતમ ગંભીરના નિવેદનો બાદ સિરાજના ફોર્મ અને પસંદગી પર સવાલો ઉભા થયા છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 12:07 PM (IST)Updated: Fri, 27 Nov 2026 12:07 PM (IST)
mohammed-siraj-was-left-out-of-india-playing-11-for-the-second-test-against-new-zealand
બીજી ટેસ્ટમાં સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું

IND vs NZ: ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ક્રાઈટચર્ચમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસના અંતે 5 વિકેટે 285 રન બનાવી લીધા છે. તો બીજી તરફ આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈને પણ સવાલ ઉભા થયા છે. હકિકતમં આજે બીજી ટેસ્ટમાં પણ સિરાજને જગ્યા મળી નથી. વેલિંગેટનમાં પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. તે મેચમાં પણ સિરાજ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો.

6 વર્ષ પછી સિરાજને બહાર બેસવું પડ્યું

વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલમાં ભારત માટે સિરાજે સૌથી વધુ 43 વિકેટ લીધી છે, તેમ છતા તેને મોકો ન મળતા સવાલો ઉઠ્યા છે. આજે પ્રસિદ્ધ ક્રિષ્નાની જગ્યાએ ગુરનુર બ્રારે ડેબ્યૂ કર્યું છે. સિરાજના બહાર રહેવાથી એ ઘટનાક્રમ પણ તુટી ગયો જે તેના ડેબ્યૂથી ચાલ્યો આવતો હતો. હકિકતમાં સિરાજે 2020 માં ઓસ્ટ્રલિયાના મેલબોર્ન ગ્રાઉન્ડ ખાતે પોતાની પહેલી ટેસ્ટ રમી હતી. ત્યારથી તે સતત વિદેશમાં રમાયેલી બધી ટેસ્ટ સિરીઝ રમ્યો છે, જોકે ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની સિરીઝમાં તેને એક પણ ટેસ્ટ મેચ રમવાનો મોકો ન મળ્યો. આ પહેલીવાર છે જ્યારે સિરાજ ભારત બહારની સિરીઝમાં ટીમમાં નથી. ગૌતમ ગંભીરે તેને મોકો ન આપ્યો અને બેટિંગ કરી શકતા બોલર્સને રમાડતા સિરાજને બહાર બેસવું પડ્યું.

ગિલે સિરાજના ફોર્મ અંગે શું કહ્યું હતું?

તમને જણાવી દઈએ કે, આ પહેલા જ્યારે ભારત પ્રથમ ટેસ્ટમાં સારી પોઝિશનમાં હતું ત્યારે ભારતીય બોલર્સ વિકેટ ન લઈ શક્યા જેના કારણે મેચ ડ્રો રહી. ત્યારે પણ સિરાજને બહાર રાખવા પર સવાલો ઉભા થયા હતા. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન ગિલે કહ્યું હતું કે, તેમણે વર્તમાન ફોર્મના ધ્યાનમાં રાખીને ટીમ પસંદ કરી છે એટલે જ સિરાજને બહાર રાખવામાં આવ્યો કારણ કે તે ત્યારે તેના ટોપ ફોર્મમાં નહોતો. જોકે, વિશ્લેષકોના મતે સિરાજે વિદેશી ધરતી પર અનેક વખત ભારતને મેચ જીતાડી છે અને તેણે બેસ્ટ પરફોર્મ આપ્યું છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન:

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, જસપ્રિત બુમરાહ,ગુરનૂર બ્રાર.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન:

ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, મેટ હેનરી, જેકબ ડફી, કાયલ જેમિસન.