India Vs England: પાકિસ્તાનનો આ ખેલાડી સતત ન્યૂઝમાં રહેવા કરી રહ્યો છે 'બકવાસ', મોહમ્મદ કૈફે આપ્યો આકરો જવાબ

મોહમ્મદ કૈફે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી કે પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટર ભારત અંગે વારં-વાર બકવાસ કરે છે, કારણ કે સતત ચર્ચા એટલે કે સમાચારોમાં રહેવા ઈચ્છે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Mar 2026 06:46 PM (IST)Updated: Thu, 05 Mar 2026 06:46 PM (IST)
mohammad-kaif-slam-mohammad-amir-for-commenting-about-indian-cricket-team-in-icc-t20-world-cup-2026

India Vs England: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમીરની આકરી ટીકા કરી છે. આમિર T20 World Cup સમયે ભારતીય ક્રિકેટ ટીમ અંગે એવી ભવિષ્યવાણી કરી હતી કે જેને લીધે ત્યારબાદ તેની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી છે. આમિરે ભવિષ્યવાણી કરી હતી કે સેમીફાઈનલમાં ભારતીય ટીમને ઈગ્લેન્ડની ટીમ પરાજય આપશે. મોહમ્મદ કૈફે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી કે પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટર ભારત અંગે વારં-વાર બકવાસ કરે છે, કારણ કે સતત ચર્ચા એટલે કે સમાચારોમાં રહેવા ઈચ્છે છે.

મોહમ્મદ આમીરે અગાઉ ભારતના ઓપનર અભિષેક શર્મા અંગે ટિપ્પણી કરી હતી કે તે એક સ્લોગર છે એટલે કે બોલને મેરિટને બદલે આંખ બંધ કરી જોખમી શોર્ટ રમનાર બેટ્સમેન છે. આમીરે અભિષેક અંગે આ ટિપ્પણી ત્યારે કરેલી કે જ્યારે તે વિશ્વ કપની પ્રથમ ત્રણ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

ચોથી મેચમાં પણ તે 15 રન જ બનાવીને આઉટ થયો હતો. એવી જ રીતે આમીરે ભવિષ્યવાણી કરી હતી કે ભારતીય ટીમ T20 વિશ્વકપની સેમીફાઈનલમાં નહીં પહોંચી શકે. ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ તો હવે તેની ભવિષ્યવાણી છે કે તે ફાઈનલમાં નહીં પહોંચી શકે.

કૈફે તેની યુટ્યુબ ચેનલમાં કહ્યું કે શું આમિર ખરેખર જાણતો ન હતો કે ભારત સેમીફાઈનલ મોહમ્મદ આમીર પોતાને ચર્ચામાં જળવાઈ રહેવા આ પ્રકારના નિવેદન આપી રહ્યો છે. આમીરની વાતને પ્રધાન્યતા આપવી જોઈએ નહીં. આપણે તેના લેવલથી પણ નીચે ઉતરીને કઈ જ જવાબ આપવાની જરૂર નથી.