Devendra Fadnavis Meets Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યો હતો. આ મુલાકાત બાદ સીએમ ફડણવીસે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર સામે આવ્યા બાદ ચર્ચા થઈ રહી છે કે, શું રોહિત શર્મા રાજનીતિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે? જો કે, આ માત્ર અફવા છે.
It was great to welcome, meet and interact with Indian cricketer Rohit Sharma at my official residence Varsha. I extended my best wishes to him on his retirement from Test cricket and for continued success in the next chapter of his journey!@ImRo45#Maharashtra #Mumbai… pic.twitter.com/G0pdzj6gQy
— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 13, 2025
રોહિત શર્મા સાથે તસવીરો શેર કરતાં સીએમ ફડણવીસે લખ્યું કે, મારા સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે ભારતીય ક્રિકેટર રોહિત શર્માનું સ્વાગત, મુલાકાત અને વાતચીત કરવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો. મેં તેમને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા બદલ અને તેમની સફરના આગામી પ્રકરણમાં સતત સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી!
રોહિત શર્માના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો, તેને ટીમ ઈન્ડિયા માટે 67 ટેસ્ટ મેચમાં 4301 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 40.58ની રહી. આ સાથે જ તેને 18 હાફ સેન્ચુરી, 12 સેન્ચુરી અને 1 ડબલ સેન્ચુરી ફટકારી હતી.
