KL Rahul Century:કેએલ રાહુલે ધોની અને યુવરાજની એલીટ ક્લબમાં એન્ટ્રી મેળવી, નંબર 5 પર ઐતિહાસિક સદી ફટકારી

KL Rahul Century:વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી વનડેમાં શનિવારે ભારતના સૌથી વિશ્વાસપાત્ર કેએલ રાહુલે સદી ફટકારી હતી. શુભમન ગિલ અને વિરાટ કોહલી ભારતના 2 ઝાટકા લાગ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 10:03 PM (IST)Updated: Sat, 03 Oct 2026 10:03 PM (IST)
kl-rahul-enters-the-elite-club-of-dhoni-and-yuvraj-with-century-on-5-number

KL Rahul Century:વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી વનડેમાં શનિવારે ભારતના સૌથી વિશ્વાસપાત્ર કેએલ રાહુલે સદી ફટકારી હતી. શુભમન ગિલ અને વિરાટ કોહલી ભારતના 2 ઝાટકા લાગ્યા હતા. ત્યારબાદ કેએલ રાહુલે ઈનિંગ સંભાળી અને છેક સુધી નોટઆઉટ રહ્યો હતો.

5 નંબર પર બેટિંગ કરવા આવેલા રાહુલે 10 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 87 બોલ પર નોટઆઉટ 129 રન રહ્યો છે. ત્યારબાદ MS ધોની અને યુવરાજની એલીટ ક્લબમાં સામેલ થઈ ગયો છે. તે ભારત માટે 5 નંબર પર બેટિંગ કરી ત્રીજા ક્રમનો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

 

ભારત માટે 5 નંબર પર બેટિંગ કરતાં સૌથી વધારે રન

  • 139 રન:2004 યુવરાજ સિંહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની 2004
  • 134 રન:MS ધોની વિરુદ્ધ ઈંગ્લેડ, કટક 2017
  • 129* રન: કેએલ રાહુલ વિરુદ્ધ વેસ્ટઈન્ડિઝ, નયા ચંડીગઢ
  • 124 રન: એમએસ ધોની વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, નાગપુર 2009

મેચની સ્થિતિ

ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા. રોહિત શર્મા સદી ચૂકી ગયો, તેણે 92 રન બનાવ્યા હતા. રુતુરાજ ગાયકવાડે (57) અડધી સદી ફટકારી. આ 45મી વખત છે જ્યારે ભારતીય ટીમે વનડેમાં 350 થી વધુ રન બનાવ્યા છે.

વનડેમાં સૌથી વધુ 350+ રન બનાવ્યા

  • 45 વખત: ભારત
  • 36 વખત: દક્ષિણ આફ્રિકા
  • 31 વખત: ઓસ્ટ્રેલિયા
  • 29 વખત: ઇંગ્લેન્ડ
  • 18 વખત: ન્યુઝીલેન્ડ