Mukul Chaudhary Career, KKR vs LSG IPL 2026: આઈપીએલ 2026 ના રોમાંચક મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સે (LSG) કોલકાતા નાઈટ રાઈડર્સને (KKR) તેમના ઘરઆંગણે એટલે કે ઈડન ગાર્ડન્સમાં 3 વિકેટથી હરાવીને યાદગાર જીત નોંધાવી છે. અંતિમ બોલ સુધી ચાલેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં લખનૌના યુવા બેટ્સમેન મુકુલ ચૌધરી અસલી હીરો તરીકે ઉભરી આવ્યા છે. પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી મુકુલ ચૌધરીએ પોતાની સફર અને રણનીતિ વિશે વાત કરી હતી.
Mapped to perfection 😎
— IndianPremierLeague (@IPL) April 9, 2026
Mukul Choudhary's night to remember 👏👏
Relive his knock ▶️ https://t.co/BBfJfN7tYX #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/fStyb8UNlG
સંઘર્ષથી સફળતા સુધીની સફર
'પ્લેયર ઓફ ધ મેચ' બનેલા મુકુલ ચૌધરીએ મેચ બાદ પોતાની ભાવુક સફર વિશે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તેના પિતાના લગ્ન થયા તે પહેલાથી જ તેમનું સપનું હતું કે તેમનો પુત્ર ક્રિકેટર બને. મુકુલે 12-13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, તે પોતાની પ્રતિભાને નિખારવા માટે ઝુંઝુનુથી જયપુર અને ત્યારબાદ ગુરુગ્રામ શિફ્ટ થયો હતો. તેણે કહ્યું, "દબાણ હંમેશા હોય છે, પણ હું તેને દબાણ તરીકે લેવાને બદલે ભગવાન તરફથી મળેલી એક તક તરીકે જોઉં છું."
Pressure? What pressure? 🤷♂️
— IndianPremierLeague (@IPL) April 9, 2026
🎥 🗣️ It's all about belief and rising to the occasion for Mukul Choudhary 🙌
Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/M2Y1F9x3ym
છેલ્લા બોલે જીત અને ઐતિહાસિક રેકોર્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા આપવામાં આવેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી. જોકે, આયુષ બદોની (54 રન) અને મુકુલ ચૌધરીની શાનદાર બેટિંગે મેચમાં પ્રાણ ફૂંક્યા હતા. મુકુલ ચૌધરીએ માત્ર 25 બોલમાં અણનમ 54 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. આ મેચમાં મુકુલ ચૌધરી અને અવેશ ખાન વચ્ચે 8મી વિકેટ માટે અણનમ 54 રનની ભાગીદારી નોંધાઈ હતી, જે આઈપીએલના ઈતિહાસમાં આ ક્રમે સફળ રન ચેઝમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. ખાસ વાત એ છે કે આ ભાગીદારીમાં મુકુલે એકલાએ 52 રનનું યોગદાન આપ્યું હતું.
ઋષભ પંતની સલાહ અને રણનીતિ
મુકુલ ચૌધરીએ તેની આ જીત અપાવનારી ઇનિંગનો શ્રેય ઋષભ પંતની સલાહને પણ આપ્યો છે. મુકુલે જણાવ્યું કે પંતની સલાહ તેના માટે ગેમ-ચેન્જર સાબિત થઈ હતી. મેચની અંતિમ ક્ષણો વિશે તેણે કહ્યું, "મારો પ્લાન અંત સુધી ટકી રહેવાનો હતો. મને વિશ્વાસ હતો કે જો હું ક્રીઝ પર રહીશ તો ટીમને જીતાડી શકીશ. મને ખબર હતી કે એકાદ બોલ મારા એરિયામાં આવશે અને મારે માત્ર એક સિક્સની જરૂર પડશે." પંતે પણ મુકુલ અને આયુષ બદોનીની બેટિંગના દિલ ખોલીને વખાણ કર્યા હતા.
મેચનો સ્કોરકાર્ડ
પ્રથમ બેટિંગ કરતા KKR એ 20 ઓવરમાં 181/4 રન બનાવ્યા હતા. જેમાં અજિંક્ય રહાણેએ 41 રન અને અંગક્રિશ રઘુવંશીએ 45 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં રોવમેન પોવેલ અને કેમેરોન ગ્રીને સ્કોરને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યો હતો. જોકે, લખનૌના બેટ્સમેનોએ સંયમ જાળવી રાખીને છેલ્લી ઘડીએ બાજી મારી લીધી હતી. KKR ના કેપ્ટન રહાણેએ પણ સ્વીકાર્યું હતું કે મુકુલની ઇનિંગ નિર્ણાયક સાબિત થઈ હતી.
આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સે ટૂર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે, જ્યારે આયુષ બદોની લખનૌ માટે 1000 રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.
