Ind vs Eng, Karun Nair: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સમાં રમાશે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા કરુણ નાયરને પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજા થઈ છે. પ્રેક્ટિસ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ તેના પેટમાં વાગ્યો હતો. કરુણ નાયરની આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી.
કરુણ નાયરના પેટમાં વાગ્યો બોલ
આ પણ વાંચો
પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ કરુણ નાયરના પેટમાં વાગ્યો હતો. જો કે તેણે બેટિંગ ચાલુ રાખી. પરંતુ થોડા સમય પછી તેણે પ્રેક્ટિસ બંધ કરી દીધી અને ફિઝિયો સાથે જોવા મળ્યો. હજી તેની ઈજાને લઈને કોઈ માહિતી સામે આવી નથી. કરુણ નાયર માર્ચ 2017માં ભારત માટે છેલ્લી ટેસ્ટ રમ્યો હતો. 8 વર્ષ પછી તે હવે ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. જોકે મેચ પહેલા તેની આ ઈજા જો ગંભીર નીકળી તો આ રાહને વધારે લંબાવી શકે છે.
પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈ શકે છે કરુણ નાયર
શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં નંબર-4 પર બેટિંગ કરશે. પંતે એમ પણ કહ્યું કે તે પોતે નંબર-5 પર બેટિંગ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કરુણ નાયર માટે નંબર-3 અને 6 પોઝિશન ખાલી છે. પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં તેની સામેલ થવાની શક્યતાઓ ઘણી વધારે છે.
