Vijay Hazare Trophy: ગુરુવારે વિજય હજારે ટ્રોફી સેમિફાઇનલમાં વિદર્ભના મધ્યમ ઝડપી બોલર દર્શન નાલકંડેએ કર્ણાટક સામે પાંચ વિકેટ લીધી. નાલકંડેએ તેના 10 ઓવરના ક્વોટામાં 48 રન આપીને પાંચ વિકેટ લીધી.
કર્ણાટકને 49.4 ઓવરમાં 280 રનમાં આઉટ કરી દીધું. દર્શન નાલકંડેએ કર્ણાટક સામે કરુણ નાયર (76), ધ્રુવ પ્રભાકર (28), શ્રેયસ ગોપાલ (36), અભિનવ મનોહર (26) અને વિદ્યાધર પાટીલ (1)ને આઉટ કર્યા હતા.
દર્શન નાલકંડેની પાંચ વિકેટ અને ત્યારબાદ અમન મોખડેની સદીની મદદથી વિદર્ભ વિજય હજારે ટ્રોફી સેમિફાઇનલમાં કર્ણાટકને છ વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર કર્ણાટકની ટીમ 49.4 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, વિદર્ભે 46.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો. ફાઇનલ રવિવારે રમાશે.
દર્શન નાલકંડે કોણ છે?
દર્શન નાલકંડેનો જન્મ 4 ઓક્ટોબર, 1998ના રોજ મહારાષ્ટ્રના વર્ધામાં થયો હતો. 27 વર્ષીય ગિરીશ નાલકંડે રાઈટ હેન્ડેડ બેટ્સમેન અને મધ્યમ-ઝડપી બોલર છે. તે મુખ્યત્વે બોલિંગ કરે છે. તેણે વિદર્ભ અને ભારતીય અંડર -19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આઈપીએલમાં, તેણે દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ (અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ)નું પ્રતિનિધિત્વ કર્યું છે.
જમણા હાથના આ ઝડપી બોલરે સૌપ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના 2021-22 આવૃત્તિમાં કર્ણાટક સામેની સેમિફાઇનલમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપીને સમાચારોમાં સ્થાન મેળવ્યું હતું. નાલકંડે T20 ક્રિકેટમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો હતો. અગાઉનો રેકોર્ડ અભિમન્યુ મિથુનના નામે હતો જેણે 2019માં કર્ણાટક માટે આ સિદ્ધિ મેળવી હતી.
Fantastic Five 🖐️
— BCCI Domestic (@BCCIdomestic) January 15, 2026
Watch 📽️ Darshan Nalkande's brilliant 5⃣-wicket haul which helped Vidarbha bowl Karnataka out for 280 🔥
Scorecard ▶️ https://t.co/sUNylzVrzX#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/jBbJtmY02d
દર્શન નલકાંડેની ઘરેલું કારકિર્દી
27 વર્ષીય દર્શન નાલકંડેએ અત્યાર સુધીમાં 12 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં 34.86ની સરેરાશથી 22 વિકેટ લીધી છે. જમણા હાથના આ ઝડપી બોલરે 40 લિસ્ટ એ મેચોમાં 25.94ની સરેરાશથી 71 વિકેટ લીધી છે. 57 ટી-20 મેચોમાં 18.45ની સરેરાશથી 88 વિકેટ લીધી છે. આઈપીએલમાં દર્શન નાલકંડેએ 6 મેચોમાં 24.66ની સરેરાશથી 6 વિકેટ લીધી છે.
