IND vs ENG: ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પાંચમી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. લંડનના ઓવલ ખાતે મેચના બીજા દિવસે તેણે ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટ સાથે થયેલી દલીલનો ખુલાસો કર્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાએ કહ્યું કે, તેણે તેની પ્રશંસા કરી હતી. રૂટે આ અંગે દલીલ શરૂ કરી અને મામલો દુર્વ્યવહાર સુધી પહોંચ્યો હતો.
કૃષ્ણા અને રુટ વચ્ચે દલિલ
આ પણ વાંચો
ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન, એક ક્ષણ આવી જ્યારે શાંત જો રૂટ ગુસ્સે થઈ ગયો હતો. જો રૂટ અને ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ વચ્ચે દલીલ જોવા મળી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઇંગ્લેન્ડે 129 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. રૂટ પણ ટૂંકી ઇનિંગ રમી શક્યો અને 29 રન બનાવ્યા પછી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.
જોકે, તેની ટૂંકી ઇનિંગમાં, રૂટ પ્રસિદ્ધ કૃષ્ણ પર ગુસ્સે થયો જ્યારે ભારતીય ફાસ્ટ બોલરે તેને કહ્યું કે તે ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો છે. આ દલીલ પછી તરત જ, રૂટે બીજા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ પછી, તેણે કૃષ્ણ સાથે વધુ દલીલ કરી. અમ્પાયર પણ આ ચર્ચામાં સામેલ થયા હતા.
બીબીસી સાથે વાત કરતા, કૃષ્ણાએ કહ્યું, મને ખબર નથી કે રૂટે આવું કેમ કર્યું; મેં ફક્ત કહ્યું, 'તમે ખૂબ જ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છો,' અને પછી મામલો અપશબ્દો વગેરેમાં ફેરવાઈ ગયો. પ્રસિદ્ધ કૃષ્ણે સ્વીકાર્યું કે ભારતીય ટીમ દ્વારા શબ્દોથી રૂટનું ધ્યાન ભટકાવવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ, તેણે એ પણ ખુલાસો કર્યો કે લંડનમાં અનુભવી ઇંગ્લેન્ડના બેટ્સમેન તરફથી આટલી મોટી પ્રતિક્રિયા મળવાની તેમને અપેક્ષા નહોતી.
મેચ વિશે વાત કરીએ તો, ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. જવાબમાં, ઇંગ્લેન્ડ તેમની પ્રથમ ઇનિંગમાં 247 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 75 રન બનાવી લીધા છે અને 52 રનની લીડ મેળવી લીધી છે. જયસ્વાલ અડધી સદી ફટકાર્યા બાદ પણ ક્રીઝ પર છે.
