IND vs ENG 5th T20I Update:ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ ગુમાવી ચુકેલી ભારતીય ટીમ આજે અંતિમ મેચમાં મેદાનમાં ઉતરી હતી. દરમિયાન ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલીંગ પસંદ કરી હતી. ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. વોશિંગ્ટન સુંદરના સ્થાને સૂર્યાંશ શેડગેનો સમાવેશ કરાયો હતો. જ્યારે વૈભવ સૂર્યવંશીની જગ્યાએ સંજુ સેમસનને તક આપવામાં આવી હતી.
ભારતનો કારમો પરાજય
ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝની અંતિમ મેચમાં પણ ભારતીય ટીમનો કારમો પરાજય થયો છે. આ સાથે આ સિરીઝમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 4-0થી હાર થઈ છે. પહેલી મેચ વરસાદને લીધો ધોવાઈ ગઈ હતી.ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 201 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડે 56 રનથી આ મેચ જીતી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 131 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હેરી બ્રુક 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિવમ દુબેએ બે વિકેટ લીધી હતી
જ્યારે એક વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નને મળી હતી. ભારતીય ટીમે વિશાળ સ્કોરનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. જોકે તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અભિષેક શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સંજુ સેમસંન 14 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશન અને તિલક વર્મા અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા.
ભારત 20 ઓવરમાં 201 રન જ બનાવી શક્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને 3 વિકેટ લીધી હતી. જ્યારે આદિલ રશિદે બે વિકેટ લીધી હતી.
ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હૈરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટોમ બેંટન, સામ કરણ,વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, જોશ ટંગ.
IND vs ENG 5th T20I: ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટ કીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિંસ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા,
ટોસ જીતીને બોલિંગ પસંદ કર્યા પછી ભારતને પ્રથમ સફળતા પ્રસિધ કૃષ્ણ દ્વારા મળી. બીજી ઓવરમાં તેણે ફિલ સોલ્ટને અભિષેક શર્મા દ્વારા કેચ આઉટ કરાવ્યો. સોલ્ટે 9 બોલમાં 6 રન બનાવ્યા. હવે કેપ્ટન હેરી બ્રુક મેદાન પર આવે છે.
