IPL 2026 Top 5 Release: ક્રિકેટ ફેન્સ જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. તમામ 10 IPL ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જેમાં કેટલાક ચોંકાવનારા નામો પણ સામે આવ્યા છે.
કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ તેમના જૂના સાથી ખેલાડીઓનો સાથ છોડી દીધો છે. હવે ફ્રેન્ચાઈઝીઓ હરાજીમાં આ ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરશે. આજે અમે એવા 5 ખેલાડીઓના નામ જણાવીશું, તેમને તેમની ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કરી દીધા છે.
આંદ્રે રસેલઃ આન્દ્રે રસેલ 2014થી કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે હતો, પરંતુ હવે ફ્રેન્ચાઇઝીએ રસેલને રિલીઝ કરી દીધો છે. KKRની ટીમ 2014માં પ્રથમ વખત IPL ચેમ્પિયન બન્યું તે સમયે રસેલ ટીમ સાથે હતો. જો કે હવે તે ઑક્સનમાં જોવા મળશે.
આ પણ વાંચો
ગ્લેન મેક્સવેલઃ ગત સિઝનમાં ફાઈનલ મેચ રમનાર પંજાબ કિંગ્સે પણ તેના એક વિસ્ફોટક બેટ્સમેનને રિલીઝ કર્યો છે, જે ગ્લેન મેક્સવેલ છે. રિકી પોન્ટિંગ જ્યારે પંજાબ કિંગ્સના કોચ બન્યા, ત્યારે મેક્સવેલને ટીમમાં લાવ્યા હતા. જો કે આ વિસ્ફોટક બેટ્સમેનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. ગત સિઝનમાં મેક્વેલે સાત મેચ રમીને માત્ર 48 રન બનાવ્યા હતા.
ડેવિડ મિલર: ગુજરાત ટાઈટન્સમાંથી લખનઉ સુપર જાયન્ટ્સમાં આવનાર ડેવિડ મિલરને પણ ફ્રેન્ચાઇઝ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. 2022માં ગુજરાતની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મિલર મેચ ફિનિશરની ભૂમિકા ભજવશે, તે આશાએ ફ્રેન્ચાઈઝે ખરીદ્યો હતો. જો કે તે સદંતર નિષ્ફળ રહ્યો. જેથી ફ્રેન્ચાઈઝીએ આ વર્ષે મિલરને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
ફાફ ડુ પ્લેસીઃ ચેન્નાઈ સુપર કિંગ્સની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને બાદમાં ત્રણ વર્ષ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરનાર ફાફ ડુ પ્લેસિસને ગત વર્ષે દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જો કે આ વખતે ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કર્યો છે. ફ્રેન્ચાઇઝ ફરીથી હરાજીમાં તેના માટે પ્રયાસ કરશે કે નહીં તે જોવાનું રહેશે.
લિયામ લિવિંગસ્ટોનઃ ઇંગ્લેન્ડના સ્ફોટક બેટ્સમેન ગણાતા લિયામ લિવિંગસ્ટોનને વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. RCBએ ગત સિઝનમાં ટાઇટલ જીત્યું હતું, પરંતુ જમણા હાથના બેટ્સમેન બહુ ભૂમિકા ભજવી શક્યા ન હતા. લિવિંગસ્ટોને 10 મેચ રમી અને 112 રન બનાવ્યા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.
