IPL 2026 Trade: સંજૂ સેમસનથી લઈ શાર્દૂલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજા, જાણો આ વખતના ટોપ-5 ખેલાડીની કિંમત

આ સિઝનમાં કેટાક મોટા ટ્રેડ થયા છે, જે અંગે કેટલીક અપેક્ષા રાખવામાં આવી હતી. અમે તમને એવા કેટલાક મોટા ટ્રેડ સંબંધિત માહિતી આપી રહ્યા છીએ કે જે સિઝનમાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 15 Nov 2025 07:53 PM (IST)Updated: Sat 15 Nov 2025 07:53 PM (IST)
ipl-2026-top-5-trade-sanju-samson-ravindra-jadeja-mohammed-shami-arjun-tendulkar-638789
HIGHLIGHTS
  • તમામ ફ્રેન્ચાઇઝીઓએ રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
  • રાજસ્થાને સંજુ સેમસનનો ટ્રેડ કર્યો
  • ચેન્નાઈએ સંજુના બદલામાં બે ખેલાડી

IPL 2026 Trade: ઈન્ડિયા પ્રીમિયર લીગની આગામી સીઝન માટે તમામ ફ્રેન્ચાઈઝીસે પોતાની રિલીઝ અને રિટેઈન ખેલાડીઓની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. હવે તમામ હરાજીની રાહ જોઈ રહ્યા છે, કે જ્યાં તેમના મતે ખેલાડી પસંદ કરી ટીમ પૂરી કરી શકશે.

આ સિઝનમાં કેટાક મોટા ટ્રેડ થયા છે, જે અંગે કેટલીક અપેક્ષા રાખવામાં આવી હતી. અમે તમને એવા કેટલાક મોટા ટ્રેડ સંબંધિત માહિતી આપી રહ્યા છીએ કે જે સિઝનમાં છે.

ટ્રેડિંગ વિન્ડો જ્યારથી ખુલી હતી ત્યારથી એવી આશા વ્યક્ત કરવામાં આવતી હતી કે સંજૂ સેમસનને આ વખતે રાજસ્થાન રોયલ્ટની ટીમ ટ્રેડ કરી શકે છે. એવું જ સંજૂ હવે રાજસ્થાન તરફથી નહીં રમે પણ તે ચેન્નઈમાં જોવા મળશે.

સંજૂ ચેન્નઈ (Sanju Samson)

સંજૂ સેમસનને ચેન્નઈ સુપર કિંગ્સે ટ્રેડ કર્યો છે. આ પહેલી વખત હશે કે જ્યારે સંજૂ ચેન્નઈમાં રમશે. આ તેમની ત્રીજી ફ્રેન્ચાઈઝી હશે. વર્ષ 2013માં રાજસ્થાથી પોતાની IPL કરિયારની શરૂઆત કરનાર સંજૂ રાજસ્થાનમાં બહેન થતા દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) ગયા હતા. જોકે, જ્યારે રાજસ્થાનની વાપસી થઈ તો તે ટીમમાં પરત આવી ગયો. ચેન્નઈ સંજૂને રૂપિયા 18 કરોડ આપશે.

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)

રાજસ્થાને તેની શરૂઆતની સિઝનમાં IPLનો ખિતાબ જીત્યો હતો. શેન વોર્ન કેપ્ટન હતો અને રવિન્દ્ર જાડેજા ટીમનો ભાગ હતો. બાદમાં જાડેજા ચેન્નાઈમાં આવી ગયો અને ટીમનો મુખ્ય સભ્ય બન્યો હતો. જોકે આ સિઝનમાં જાડેજા રાજસ્થાન પાછો ફર્યો છે. ટીમે સંજુ સેમસનના બદલામાં જાડેજાને સેમ કરન સાથે ટ્રેડ કર્યો છે. રાજસ્થાન જાડેજાને રૂપિયા 14 કરોડ આપશે, જે ચેન્નાઈમાં તેને મળતા રૂપિયા 18 કરોડ હતા. સેમ કરનને બાકીના રૂપિયા 4 કરોડ મળશે.

મોહમ્મદ શમી (Mohammed Shami)

મોહમ્મદ શમી જેમણે પોતાની શાનદાર બોલિંગથી કમાલ કરી દીધી હતી. તેને ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. જોકે તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. તેથી આ વખતે ટીમે તેને લખનઉ સુપરજાયન્ટ્સને ટ્રેડ કર્યો છે. હૈદરાબાદે શમી માટે લખનઉના કોઈપણ ખેલાડીને ટ્રેડ કર્યો ન હતો. શમીને લખનઉમાં પણ રૂપિયા 10 કરોડ મળશે.

શાર્દુલ ઠાકુર (Shardul Thakur)

ગયા વર્ષે લખનઉ સુપર જાયન્ટ્સમાં સામેલ શાર્દુલ ઠાકુરને ટીમ દ્વારા ટ્રેડ કરવામાં આવ્યો છે. ઠાકુર આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે. ફ્રેન્ચાઇઝીએ તેના સ્થાને અર્જુન તેંડુલકરને લખનઉ મોકલ્યો છે.

નીતિશ રાણા (Nitish Rana)

કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરી ચૂકેલા નીતિશ રાણા ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. રાજસ્થાને તેમને દિલ્હી કેપિટલ્સ સાથે ટ્રેડ છે. રાણા દિલ્હીના છે અને તેના રાજ્ય તરફથી રમશે. રાણાને તેની વર્તમાન કિંમત રૂપિયા 4.2 કરોડમાં વેચવામાં આવ્યો છે.