IPL 2026: સંજુ સેમસનની આ ભૂલ ચેન્નાઈ સુપર કિંગ્સને પડી ભારે, ફેન્સ બોલ્યા- આવી આશા નહોતી!

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સંજુ સેમસનની એક મોટી ભૂલ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ભારે પડી ગઈ છે. જાણો સેમસને કેવી રીતે વિકેટ સાથે રિવ્યૂ બગાડ્યો અને ધોની કેમ આ મેચમાંથી પણ બહાર રહ્યો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 18 May 2026 10:35 PM (IST)Updated: Mon, 18 May 2026 10:35 PM (IST)
ipl-2026-this-mistake-by-sanju-samson-cost-chennai-super-kings-dearly-fans-said-didnt-expect-this

IPL 2026, CSK vs SRH: આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી રહેલા સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. આ સીઝનમાં તેના બેટથી બે શાનદાર સદી પણ નીકળી ચૂકી છે. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મહત્વની મેચમાં સેમસને કંઈક એવું કર્યું જેની આશા કદાચ તેના ચાહકો કે ટીમ મેનેજમેન્ટે ક્યારેય નહીં રાખી હોય. સેમસનની એક ઉતાવળ અને ખોટા નિર્ણંયે સીએસકેની મુશ્કેલીઓ વધારી દીધી છે.

સારી શરૂઆત બાદ વિકેટ ફેંકી, ટીમનો રિવ્યૂ પણ બગાડ્યો

હૈદરાબાદ સામેની મેચમાં સંજુ સેમસન ખૂબ જ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યો હતો. તેણે માત્ર 13 દડામાં 27 રનની તોફાની ઇનિંગ રમી હતી. પરંતુ આ તેજી લાંબો સમય ટકી શકી નહીં. સનરાઇઝર્સના કેપ્ટન પેટ કમિન્સના એક બોલ પર સંજુ ખરાબ શૉટ રમીને પોતાની વિકેટ ગૂમાવી બેઠો.

નુકસાન માત્ર વિકેટનું નહોતું, પરંતુ તેનાથી પણ મોટું નુકસાન સેમસને રિવ્યૂ લઈને કર્યું. પેટ કમિન્સના જે બોલ પર સંજુ આઉટ થયો, ત્યાં તે સ્પષ્ટપણે આઉટ હતો અને બોલ તેના બેટને અડીને ગયો હતો. આમ છતાં સેમસને અમ્પાયરના નિર્ણય સામે રિવ્યૂ (DRS) લીધો. પરિણામે સેમસન તો આઉટ થયો જ, સાથે ચેન્નાઈએ પોતાનો એક કિંમતી રિવ્યૂ પણ ગુમાવવો પડ્યો. સોશિયલ મીડિયા પર ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા સીનિયર ખેલાડીએ પોતાની ટીમ સાથે આવું કેમ કર્યું?

CSKની વિસ્ફોટક શરૂઆત પણ પડી નબળી

ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચમાં શાનદાર અને અત્યંત ઝડપી શરૂઆત કરી હતી. સંજુ સેમસને ઇનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને ખાતું ખોલ્યું હતું. નીતીશ રેડ્ડીની ઓવરમાં સેમસને પ્રહારો કરીને 17 રન ઝૂડી કાઢ્યા હતા. બે ઓવરના અંતે ચેન્નાઈનો સ્કોર 30 રન સુધી પહોંચી ગયો હતો.

જોકે, આ તોફાની શરૂઆત બાદ ચેન્નાઈને બે મોટા ઝટકા લાગ્યા. પહેલા સંજુ સેમસન આઉટ થયો અને ત્યારબાદ પાંચમી ઓવરમાં સાકિબ હુસૈને ઉર્વિલ પટેલને ક્લીન બોલ્ડ કરી દીધો. ઉર્વિલે પેટ કમિન્સની ઓવરમાં બે શાનદાર સિક્સર લગાવી હતી, પરંતુ સાકિબના સ્લોઅર બોલને તે સમજી શક્યો નહીં અને સ્ટમ્પ્સ હવામાં ફંગોળાઈ ગયા.

ધોની આ મેચમાં પણ ન રમ્યો, ફેન્સ નિરાશ

ચેન્નાઈના ફેન્સ માટે સૌથી મોટો ઝટકો એ રહ્યો કે દિગ્ગજ ખેલાડી એમએસ ધોની (MS Dhoni) આ મેચમાં પણ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો નહોતો. આ સીએસકેની આ સીઝનની છેલ્લી લીગ મેચ હતી અને ધોની ટીમ સાથે ચેપોક સ્ટેડિયમ પણ પહોંચ્યો હતો. જોકે, ટોસ દરમિયાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સ્પષ્ટ કર્યું કે ધોની હજુ પણ ઈજાગ્રસ્ત છે.

નોંધનીય છે કે, એમએસ ધોની IPL 2026ની આ સીઝનમાં હજુ સુધી એકપણ મેચ રમી શક્યો નથી. શરૂઆતમાં તેને પગની માંસપેશીઓમાં ખેંચાણ (Muscle Strain) હતું અને હવે તેના અંગૂઠામાં ઈજા હોવાનું સામે આવ્યું છે. જોકે, ગાયકવાડે આશા વ્યક્ત કરી છે કે પ્લેઓફ કે આગામી મેચોમાં ધોની વાપસી કરી શકે છે.