MS Dhoni Retirement News: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાનારો મુકાબલો માત્ર એક સામાન્ય મેચ નથી, પરંતુ તે ભારતીય ક્રિકેટ ઇતિહાસની એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ સાબિત થઈ શકે છે. ક્રિકેટ જગતમાં હાલ એક જ સવાલ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે: શું મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આજે પોતાની અંતિમ IPL મેચ રમશે? ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર રમાનારી આ મેચ બાદ ધોની ક્રિકેટને અલવિદા કહી શકે છે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
5 વર્ષ જૂનું વચન પૂર્ણ થવાની અણી પર!
ધોનીની નિવૃત્તિ પાછળનું સૌથી મોટું કારણ તેનું 5 વર્ષ જૂનું નિવેદન માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2021 માં CSK ના એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ પોતાની નિવૃત્તિની યોજના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 'મેં હંમેશા મારી ક્રિકેટ કારકિર્દીનું આયોજન કર્યું છે. મારી છેલ્લી T20 મેચ ચોક્કસપણે ચેન્નાઈમાં જ રમાશે, પછી ભલે તે આવતા વર્ષે હોય કે હવેથી 5 વર્ષ પછી.'
Once MS Dhoni said, “Hopefully my last T20 will be in Chennai.” And before that, he mentioned how he has always planned his career — his last ODI in Ranchi, his home ground.
— sirron tweets💛 (@SirronOfficial) May 16, 2026
So yes, CSK Nation… we can dream.
Maybe, just maybe, on 18th May vs SRH, we might witness Thala walking… pic.twitter.com/lnyanIGLFF
આ વચનને આજે બરાબર 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. યોગાનુયોગ, 18 મેની આ મેચ ચેપોક સ્ટેડિયમ ખાતે સીએસકેની આ સીઝનની અંતિમ હોમ મેચ છે. આથી, ચાહકો અને નિષ્ણાતો માની રહ્યા છે કે ચેન્નાઈના મહાન નાયક એટલે કે 'થાલા' માટે પોતાના શબ્દો પૂરા કરવાનો સમય આવી ગયો છે.
નેટ્સમાં પરસેવો અને મોહમ્મદ કૈફનો દાવો
આ મહત્વપૂર્ણ મેચ પહેલા ધોની મેદાન પર સખત નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, જે તેના સંકલ્પને દર્શાવે છે. બીજી તરફ, ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ ધોનીની નિવૃત્તિના સંકેતો આપ્યા છે. કૈફે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, '18 મેના રોજ ચેન્નાઈમાં રમાનારી મેચ સંભવતઃ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. તે આ મેચ રમીને નિવૃત્તિની જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના છે.'
સુરેશ રૈનાના આગમનથી અટકળો બની મજબૂત
મેચ પૂર્વે ચેન્નાઈથી આવી રહેલા અહેવાલો મુજબ, ધોનીના અંગત વર્તુળના સભ્યો અને તેના નજીકના મિત્રો ચેન્નાઈ પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને, ધોનીના ખાસ મિત્ર અને પૂર્વ સીએસકે ખેલાડી સુરેશ રૈનાનું ચેન્નાઈ આગમન આ અટકળોને વધુ મજબૂત બનાવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ધોનીનું ખાસ મિત્ર મંડળ સ્ટેડિયમમાં હાજર રહેશે.
