IPL 2026 Auction, Prithvi Shaw: 2018ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનાર પૃથ્વી શો ગયા વર્ષે IPLમાં રમ્યો ન હતો. દિલ્હી કેપિટલ્સ દ્વારા તેને રિટેન કરવામાં આવ્યો નહતો કે હરાજીમાં તેને અન્ય કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નહતો. જોકે IPL 2026ના મિની-ઓક્શનમાં તેને ખરીદદાર મળવાની અપેક્ષા હતી, પરંતુ પૃથ્વી શો આ સિઝનમાં પણ કોઈ ટીમ માટે રમતા જોવા મળશે નહીં.
પૃથ્વીએ પોતાની IPL કારકિર્દી દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે શરૂ કરી હતી, જે-તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ તરીકે જાણીતી હતી. શરૂઆતની સિઝનમાં પ્રભાવશાળી ખેલાડી પૃથ્વી 2024 સુધી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો. જોકે ખરાબ ફોર્મના કારણે તેને IPLની છેલ્લી સીઝન ગુમાવવી પડી.
આ પણ વાંચો
આ વખતે પૃથ્વી શો 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે આવ્યો હતો, પરંતુ કોઈ પણ ટીમે તેના નામ પર પેડલ ઉઠાવ્યું જ નહીં અને આખરે તે અનસૉલ્ડ રહી ગયો.
આવી રહી છે તેની IPL કારકિર્દી
પૃથ્વીએ વર્ષ 2018માં દિલ્હી માટે કુલ નવ મેચ રમીને 245 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 153.12 અને સરેરાશ 27.22 રહ્યો. વર્ષ 2019માં પૃથ્વીએ 16 મેચમાં 353 રન બનાવ્યા. બંને સિઝનમાં તેણે બે-બે અડધી સદી ફટકારી. 2020માં તેનું પ્રદર્શન સારું નહોતું. તે સિઝનમાં તેણે 13 મેચમાં ફક્ત 228 રન બનાવ્યા, જેમાં તેણે ફક્ત બે અડધી સદી ફટકારી. 2021માં પૃથ્વીની બેટિંગ શાનદાર રહી, તેણે 15 મેચમાં 479 રન બનાવ્યા. આ સિઝનમાં તેણે ચાર અડધી સદી ફટકારી.
બીજા વર્ષે ફરી તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. 2022માં પૃથ્વી શૉએ 10 મેચમાં 283 રન બનાવ્યા. જોકે તેનો સ્ટ્રાઇક રેટ 152.97 હતો અને તેણે બે અડધી સદી ફટકારી હતી. જે બાદ 2023માં પૃથ્વીએ ફક્ત આઠ મેચ રમી અને ફક્ત 108 રન બનાવ્યા. 2024માં પણ આવી જ સ્થિતિ હતી. તેણે આઠ મેચમાં ફક્ત 198 રન બનાવ્યા. તેણે બંને સિઝનમાં દરેકમાં એક અડધી સદી ફટકારી.
