Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની ફાઈનલ મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ રહી છે. પહેલી વખત ચેમ્પિયન બનવા માંગતી બન્ને ટીમો વચ્ચે આજે કાંટાની ટક્કર જોવા મળશે. જેને લઈને ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ પણ ચરમ પર છે.
ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની ટીમ આ વખતે વિજયી બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. RCB ફેન્સ પણ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર RCB ફેન્સનો લાલ દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ખુદ RCBના ઑફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ક્રિકેટ ફેન્સનું કિડિયારું ઉભરાયું હોય, તેમ જોા મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે, સ્ટેડિયમની બહાર જોવા મળતા ક્રિકેટ ફેન્સમાં મોટાભાગના લોકો RCB ટીમની ટી-શર્ટ અને ટીમની લાલ કેપ પહેરીને મેચ નિહાળવા પહોંચ્યા છે.
આ પણ વાંચો
Red Sea of #RCB ♥️ pic.twitter.com/j17fEZwKFp
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) June 3, 2025
આજની ફાઈનલ મેચને લઈને RCBનો લોકપ્રિય નારો 'ઈ સાલા કપ નામ દે' અર્થાત આ વર્ષે કપ અમારો છે, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં RCBની જીતને લઈને અવનવા મિમ્સ પણ વાયરલ થઈ રહ્યાં છે. જે પૈકી કેટલાક તો ટીમની જીતને લઈને વિચિત્ર શરતો રાખી રહ્યાં છે. એક ફેન્સે RCB જીતે પછી જ લગ્ન કરવાનું કહે છે, તો એક ફેન્સ જો RCB હારશે તો પત્નીને તલાક આપી દેવાનું કહી રહ્યો છે. એક ફેન્સ ટીમની જીત માટે દંડવત કરીને મંદિરના પગથિયા ચડતો જોવા મળી રહ્યો છે. તો એક મિમ્સમાં યુઝર્સ કહી રહ્યો છે કે, હવે તો આતુરતાની હદ થઈ ગઈ, RCB ટ્રોફી જીતે તેની રાહ જોતા-જોતા બાળકમાંથી જુવાન અને હવે ઘરડા થઈ ગયા.