IPL 2025 Mega Auction: IPL 2025 પહેલા થનાર મેગા ઓક્શનને લઈને BCCI દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને IPL ટીમના માલિકો અને BCCIના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. IPLની 18મી સિઝન માટે મેગા હરાજીની યોજના બનાવવામાં આવી છે. જેને લઈને BCCIએ બેઠક બોલાવી હતી.
મેગા નિલામી અને ઈમ્પેક્ટ પ્લેયર નિયમ મુદ્દે ચર્ચા
બેઠક દરમિયાન દરેક ટીમના માલિકોની વાત તેમાં સાંભળવામાં આવી હતી. જેમાં મેગા નિલામી અને ઈમ્પેક્ટ પ્લેયર નિયમ જેવા મુદ્દે અલગ અલગ મત જોવા મળ્યા હતા. બેઠક બાદ જય શાહે જણાવ્યું કે IPLના માલિકો દ્વારા જે માંગો રાખવામાં આવી છે. તેને IPL ગવર્નિગ કાઉન્સિલ પાસે મુકવામાં આવશે અને તેનું મુલ્યાંકન કરવામાં આવશે.
નેસ વાડિયા અને શાહરુખ વચ્ચે બોલાચાલી
સામે આવેલી માહિતી પ્રમાણે બેઠક દરમિયાન મેગા હરાજીમાં પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા અને KKRના માલિક શાહરુખ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર BCCIની બેઠકમાં બંને ટીમોના માલિકો વચ્ચે ખેલાડીઓના રિટેન્શનને લઈને ચર્ચા થઈ હતી. શાહરૂખ રિટેન્શનની સંખ્યા વધારવાની તરફેણમાં હતો જ્યારે વાડિયા તેની વિરુદ્ધમાં હતા. જો કે દિલ્હી કેપિટલ્સના નિર્દેશક પાર્થ જિંદલે જણાવ્યું કે બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નથી. દરેક ટીમો દ્વારા તેમના મત રજુ કરાયા. BCCI એ અમારા સૌની વાત સાંભળી છે, હવે તેઓ અમને નિયમો જણાવશે.
શું છે નિયમ
અત્યાર સુધી વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગમાં માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરવાનો નિયમ છે, જેમાં 2થી વધુ વિદેશી અને 3થી વધુ ભારતીય ખેલાડીઓને સમાવી શકાશે નહીં, પરંતુ 17મી સિઝન બાદ ફ્રેન્ચાઈઝીએ માંગ કરી હતી કે આ લીગમાં ખેલાડીઓનું રીટેન્શન વધારવું જોઈએ.
