IPL 2023 SRH vs LSG: લખનઉએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી કૃણાલની ટીમ

લખનઉની જીતમાં કેરેબિયન બેટ્સમેન નિકોલસ પૂરનની મહત્વની ભૂમિકા રહી. પૂરને માત્ર 13 બોલમાં 44 રન કરીને નોટઆઉટ રહ્યો.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sat 13 May 2023 07:38 PM (IST)Updated: Sat 13 May 2023 07:38 PM (IST)
ipl-2023-srh-vs-lsg-lucknow-beat-hyderabad-by-7-wickets-krunals-team-moves-to-fourth-place-in-points-table-130044

IPL 2023 SRH vs LSG: IPL 2023ની 58મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો લખઉન સુપરજાયન્ટ્સ સામે થયો. જેમાં લખનઉએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે લખનઉને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો, જે તેમણે છેલ્લી ઓવરમાં એચિવ કરી લીધો હતો.

લખનઉની જીતમાં કેરેબિયન બેટ્સમેન નિકોલસ પૂરનની મહત્વની ભૂમિકા રહી. પૂરને માત્ર 13 બોલમાં 44 રન કરીને નોટઆઉટ રહ્યો. પૂરને ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. પ્રેરક માંકડે પણ 45 બોલમાં 64 રનની શાનદાર ઈનિંગ રમી. માંકડે પોતાની ઈનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત સ્ટોઈનિસે 40 અને ક્વિન્ટન ડિકૉકે 29 રનનું યોગદાન આપ્યું.

મેચનો ટર્નિગ પોઈન્ટ અભિષેક શર્મની ઓવર રહી, જેમાં સ્ટોઈનિસ અને પૂરને મળીને કુલ પાંચ છગ્ગા ફટકાર્યા. આ ઓવરે લખનઉ તરફ મેચ પલટાવી દીધી. આ જીતની સાથે લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવી ગઈ છે.

SRHની ઈનિંગ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સની શરૂઆત ખરાબ રહી અને તેમણે 19 રને જ પહેલી વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્મા આઉટ થનાર પહેલો બેટર હતો, જેને યુદ્ધવીર સિંહ ચરકે આઉટ કર્યો. રાહુલ ત્રિપાઠી પણ આ મેચમાં કંઈ ખાસ પર્ફોમન્સ દેખાડી ન શક્યો અને 20 રન બનાવીને યશ ઠાકુરનો શિકાર બન્યો. જે બાદ અનમોલપ્રીત સિંહ 36 રને આઉટ થયો, જે ઘણો ફોર્મમાં દેખાતો હતો. અનમોલપ્રીતને અનુભવી સ્પિનર અમિત મિશ્રાને કોટ એન્ડ બોલ્ડ કર્યો.

82 રને ત્રણ વિકેટ પડ્યા બાદ કેપ્ટન એડન માર્કરમ અને હેનરિક ક્લાસેને 33 રનની પાર્ટનરશિપ કરીને સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર પહોંચાડી દીધો. એડન માર્કરમે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા. માર્કરમને વિપક્ષી ટીમને કેપ્ટન કૃણાલ પંડયાએ આઉટ કર્યો. કૃણાલે માર્કરમને આઉટ કર્યા બાદ પોતાના બીજા જ બોલમાં ગ્લેન ફિલિપ્સને બોલ્ડ કર્યો. અહીંથી હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદે 58 રનની પાર્ટનરશિપ કરીને હૈદરાબાદનો સ્કોર 6 વિકેટ ગુમાવીને 182 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ક્લાસેને ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 29 બોલમાં 47 રન કર્યા. તો અબ્દુલ સમદે 25 બોલમાં 37 રન કરીને નોટઆઉટ રહ્યો. તેને ચાર સિક્સ અને એક બાઉન્ડ્રી ફટકારી હતી.