IPL 2023 KKR vs LSG: લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 1 રને હરાવીને IPL 2023ના પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે. શનિવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં લખનઉએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ રિન્કૂ સિંહની હાફસેન્ચુરી છતા તેઓ ટાર્ગેટ સુધી પહોંચી શક્યા ન હતા.
આ જીત બાદ પણ લખનઉ સુપર જાયન્ટ્સ પોઈન્ટ્સ ટેબલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની આગળ ન નીકળી શક્યા તેઓ ત્રીજા સ્થાને જ રહ્યા. CSKની નેટ રનરેટ લખઉનની તુલનાએ સારી છે. હવે પહેલી ક્વોલિફાયર મેચ 23 મેનાં રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખેલાશે. તો લખનઉ સુપર જાયન્ટ્સ એલિમિનેટર મેચ 24 મેનાં રોજ રમશે. ભારે રોમાંચક મેચમાં કોલકાતા હારી જતા પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.
A breathtaking finish to a sensational encounter! 🔥@LucknowIPL clinch a victory by just 1 run after Rinku Singh's remarkable knock 🙌
— IndianPremierLeague (@IPL) May 20, 2023
Scorecard ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/umJAhcMzSQ
KKRની ઈનિંગ
ટાર્ગેટનો પીછો કરતા KKRની શરૂઆત ઘણી જ શાનદાર રહી અને જેસન રોયે વેંકટેશ અય્યરની સાથે મળીને પાવરપ્લેમાં સારા રન બનાવ્યા. બંનેએ 5.5 ઓવરમાં 61 રનની ભાગીદારી કરી. કૃષ્ણપપ્પા ગૌતમે વેંકટેશ અય્યરને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી. વેંકટેશે 3 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 15 બોલમાં 24 રન કર્યા. થોડી વાર પછી કોલકાતાના કેપ્ટન નીતિશ રાણા અને જેસન રોય પણ પેવેલિયન પરત ફર્યા. રોયે 28 બોલમાં 45 રન કર્યા જેમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સામેલ રહી. રોય આઉટ થયા બાદ કોલકાતાની ઈનિંગ ધરાશાયી થઈ ગઈ અને યોગ્ય અંતરે વિકેટ પડતી ગઈ.
136 રને 7 વિકેટ ગુમાવ્યા બાદ એવું લાગતું હતું કે કોલકાતાની ટીમ ટાર્ગેટ ઘણી જ દૂર રહી જશે, પરંતુ રિન્કૂ સિંહે ફરી એકવખત તોફાની બેટિંગ કરીને મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી હતી. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીતવા માટે 21 રનની જરૂર હતી જેમાં પહેલા 3 બોલમાં 3 રન જ બન્યા. જ્યારે છેલ્લા ત્રણ બોલમાં કોલકાતાએ જીતવા માટે 18 રનની જરુર હતી ત્યારે રિન્કૂ સિંહે 16 રન બનાવ્યા અને કોલકાતા 1 રનથી મેચ હારી ગયું. રિન્કૂ સિંહે 33 બોલમાં 67 રન બનાવી અણનમ રહ્યો. રિન્કૂ પોતાન ઈનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
LSGની ઈનિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનઉની શરુઆત સારી રહી ન હતી અને તેમણે 14 રનના સ્કોર પર કરન શર્માની વિકેટ ગુમાવી દીધ. જે બાદ પ્રેરક માંકડ અને ડિકૉક વચ્ચે 41 રનની ભાગીદારી રહી, જેને લખનઉની ઈનિંગ સંભાળી. વૈભવ અરોડાએ પ્રેરક માંકડને આઉટ કરીને આ પાર્ટનરશિપનો અંત કર્યો. પ્રેરક માંકડે 5 ચોગ્ગાની મદદથી 20 બોલમાં 26 રન બનાવ્યા. વૈભવે પછી માર્કસ સ્ટોઈનિસની મોટી વિકેટ લીધી, જે પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો. જે બાદ લખનઉએ કૃણાલ પંડયા અને ક્વિન્ટોન ડિકૉકની પણ વિકેટ ગુમાવી. ડિકૉક 26 રને આઉટ થયો હતો તેને પોતાની ઈનિંગમાં 2 સિક્સ ફટકારી હતી.
જે બાદ નિકોલસ પૂરન અને આયુષ બડોની વચ્ચે 74 રનની ભાગીદારી થઈ, જેને લખનઉને 8 વિકેટ પર 176 રનનો સ્કોર બનાવ્યો. આયુષ બડોનીએ 21 બોલમાં 25 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક સિક્સ સામેલ રહી. જ્યારે નિકોલસ પૂરને માત્ર 30 બોલમાં 58 રનની ઈનિંગ રમી. પૂરને પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા.