Happy Birthday Shubman Gill: આજે દુનિયામાં ક્રિકેટમાં યંગ ક્રિકેટર્સમાં સૌથી વધુ ચર્ચાતુ નામ છે શુભમન ગિલ. આજે આ ભારતીય યુવા બેટરનો 24મો જન્મદિવસ છે. તેને ટીમ ઈન્ડિયાના ફ્યૂચર સ્ટાર તરીકે જોવામાં આવે છે. પંજાબના આ ખેલાડીએ નાની ઉંમરમાં જ મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધા છે. હાલ તે એશિયા કપમાં રમી રહ્યો છે. વન-ડે વર્લ્ડ કપ 2023ની ટીમમાં પણ તેને સ્થાન મળી ચૂક્યું છે.
ગિલના વર્લ્ડ રેકોર્ડ
ગિલ વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. શુભમને આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે 208 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક ફોર્મેટમાં તેની સદી છે. તે આવું કરનાર સૌથી યુવા બેટ્સમેન પણ છે.

ટી-20માં પણ બેસ્ટ
શુભમન ગિલ ભારત માટે ટી20 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ છે. આ સિવાય તેના નામે IPLમાં પણ ઘણા રેકોર્ડ છે. તે IPL ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલ છે. તે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી છે અને IPL સિઝનમાં 700 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર પણ છે.
આ પણ વાંચો
વનડેમાં સૌથી ઝડપી 1500 રન
શુભમન ગિલ હાલમાં એશિયા કપમાં રમી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નિયમિત સભ્યોમાંથી એક છે. તેણે હાલમાં જ એક રેકોર્ડ પોતાના નામે કર્યો અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 1500 રન બનાવ્યા. ગિલે એશિયા કપની છેલ્લી મેચમાં નેપાળ સામે અણનમ 67 રન બનાવ્યા હતા. જોકે, પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં તેના બેટમાંથી માત્ર 10 રન જ નીકળ્યા હતા.

સૂતી વખતે પણ બેટ સાથે રાખતો
ગિલના પિતાએ કહ્યું હતું કે ગિલને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે એટલો શોખ હતો કે તે બેટને સૂતા સમયે જોડે રાખીને સૂતો હતો. સંઘર્ષ દરમિયાન શુભમન ગિલ પ્રેક્ટિસમાં કોઈ અંતર પડવા દેવા માંગતો ન હતો. તેના પિતાએ તેને કોચની જેમ તાલીમ આપી હતી. કદાચ આ જ કારણ છે કે ગિલ આજે અલગ-અલગ ઊંચાઈએ પહોંચી ગયો છે. પિતા ઈચ્છતા હતા કે તે વર્લ્ડ કપ રમે. જેમના સપના હવે સાકાર થવા જઈ રહ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.