India vs South Africa Women: દક્ષિણ આફ્રિકાના આગામી મહત્વના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય મહિલા ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ફેન્સ માટે સૌથી મોટી ખુશીના સમાચાર એ છે કે ઈજાના કારણે લાંબા સમયથી મેદાનથી દૂર રહેલી સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ ફરી એકવાર દેશ માટે રમતી જોવા મળશે.
આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની શ્રેણી રમશે. આ ત્રણેય ફોર્મેટ માટે કમાન સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાના હાથમાં સોંપવામાં આવી છે.
જેમિમા અને પ્રતિકાની ટીમમાં વાપસી
ઓગસ્ટ મહિનાથી ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહેલી જેમિમા રોડ્રિગ્સ વિમેન્સ એશિયા કપ, એશિયન ગેમ્સ અને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ રમી શકી નહોતી. હવે તે પૂરી રીતે ફિટ થઈને ટીમમાં પરત ફરી છે. આ સિવાય ટેસ્ટ ટીમમાં પ્રતિકા રાવલની પણ વાપસી થઈ છે, જે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રમી શકી નહોતી.
સાઉથ આફ્રિકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં આ પ્રવાસે જશે. પ્રવાસની શરૂઆત 9 ડિસેમ્બરથી ગકેબેરા ખાતે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચથી થશે.
વનડે શ્રેણીનું શેડ્યૂલ
પહેલી વનડે: 16 ડિસેમ્બર 2026 (પર્લ)
બીજી વનડે: 19 ડિસેમ્બર 2026 (કેપટાઉન)
ત્રીજી વનડે: 22 ડિસેમ્બર 2026 (બ્લોમફોન્ટેન)
ટી20 શ્રેણીનું શેડ્યૂલ
પહેલી ટી20: 26 ડિસેમ્બર 2026 (બેનોની)
બીજી ટી20: 29 ડિસેમ્બર 2026 (પોચેફસ્ટ્રુમ)
ત્રીજી ટી20: 30 ડિસેમ્બર 2026 (પોચેફસ્ટ્રુમ)
તમામ ફોર્મેટની ભારતીય ટીમો
ટેસ્ટ ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઈસ કેપ્ટન), શ્રીચારણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિંતીમની કલિતા, સયાલી સતઘરે.
વનડે ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઈસ કેપ્ટન), શ્રીચારણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિંતીમની કલિતા, સયાલી સતઘરે.
ટી20 ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઈસ કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અનુષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રીચારણી, પ્રેમા રાવત, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી, સયાલી સતઘરે.
