IND vs AUS Live Score: ત્રિજા દિવસની રમત પુરી થઇ, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 12/3

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં પ્રથમ ટેસ મેચ રમાઇ રહી છે. જેમાં બીજો દિવસ ભારતના નામે રહ્યો છે. આજે ત્રીજા દિવસે ભારતીય ટીમ વધુ લીડ મેળવવા માટે મેદાને ઉતરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 24 Nov 2024 07:51 AM (IST)Updated: Sun 24 Nov 2024 03:26 PM (IST)
india-vs-australia-live-score-1st-test-day-3-ind-vs-aus-cricket-scorecard-updates-optus-stadium-perth-433781
HIGHLIGHTS
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરુ
  • ભારતીય ટીમની બીજા દાવમાં શાનદાર શરુઆત

IND vs AUS Live Score: ત્રિજા દિવસની રમત પુરી થઇ. ઓસ્ટ્રેલિયાનો સ્કોર દિવલના અંત સુધીમાં 3 વિકેટે 12 રન છે.

IND vs AUS Live Score: ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 12 રનના સ્કોર પર પડી. લુબ્રિકેન્સ 3 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો.

IND vs AUS Live Score: ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ 9 રનના સ્કોર પર પડી. પેટ કમિન્સ 2 રન બનાવીને સિરાજનો શિકાર બન્યો.

IND vs AUS Live Score: ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 0 રન પર પડી. નાથન શૂન્ય રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો.

IND vs AUS Live Score: ભારતીય ટીમે 533 રન પર દાવ ડિક્લેર કર્યો.

IND vs AUS Live Score: વિરાટ કોહલીએ 143 બોલમાં 100 રન પુરા કર્યા.

IND vs AUS Live Score: ભારતની છઠ્ઠી વિકેટ 410 રનના સ્કોર પર પડી. સુંદર 29 રન બનાવીને લાયનનો શિકાર બન્યો.

IND vs AUS Live Score: ભારતની લીડ 500 પ્લસ પહોંચી ગઇ.

IND vs AUS Live Score: ટી બ્રેક સુધી ટીમ ઇન્ડિયાનો સ્કોર પાંચ વિકેટે 359 રન છે. હાલ ભારત જોડે 405 રનની લીડ છે.

IND vs AUS Live Score: ભારતની પાંચમી વિકેટ 321 રનના સ્કોર પર પડી. ધ્રુવ જુરેલ 1 રન બનાવીને કમિન્સનો શિકાર બન્યો.

IND vs AUS Live Score: ભારતની ચોથી વિકેટ 320 રનના સ્કોર પર પડી. પંત 1 રન બનાવીને થયો આઉટ.

IND vs AUS Live Score: ભારતની ત્રીજી વિકેટ 313 રન પર પડી. જયસ્વાલ 161 રન બનાવીને માર્શનો શિકાર બન્યો.

IND vs AUS Live Score: જયસ્વાલે 150 રનનો આંકડો પાર કર્યો છે.

IND vs AUS Live Score: ભારતની બીજા વિકેટ પડી. દેવદત પડિકલ 25 રન બનાવીને હેઝલવુડનો શિકાર બન્યો છે.

IND vs AUS Live Score: લંચ બ્રેક સુધી ટીમ ઇન્ડિયાનો સ્કોર 1 વિકેટે 275 રન થયો છે. અને લીડ સાથે 321 રન છે.

IND vs AUS Live Score: ભારતીય ટીમ મજબુત લીડ તરફ આગળ વધી રહી છે. હાલમાં જયસ્વાલ 141 રન અને પડિકલ 17 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતનો હાલનો સ્કોર 81 ઓવરમાં લીડ સાથે 1 વિકેટે 313 રન છે.

IND vs AUS Live Score: ભારતની પ્રથમ વિકેટ 201 રનના સ્કોર પર પડી. રાહુલ 77 રન બનાવીને સ્ટાર્કનો શિકાર થયો.

IND vs AUS Live Score: યશસ્વી જયસવાલે શતક ફટકારી, ટીમની મજબુત શરુઆત.

IND vs AUS Live Cricket Score, 1st Test, Day 3 (ભારત વિ ઓસ્ટ્રેલિયા સ્કોર): ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં પાંચ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે અને તે સ્પષ્ટ થઈ જશે કે કઈ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે. ભારતે ઓછામાં ઓછી ચાર ટેસ્ટ જીતવી જરૂરી છે. આ ઉપરાંત એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તે એક પણ મેચ હારી ન જાય. ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બીજા દિવસની હાઇલાઇટ

પર્થ ટેસ્ટનો બીજો દિવસ ભારતના નામે રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 172 રન બનાવી લીધા છે. હાલમાં કેએલ રાહુલ 62 રન બનાવીને ક્રીઝ પર છે અને યશસ્વી જયસ્વાલે 90 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની કુલ લીડ 218 રન છે. ભારતે તેના પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 104 રન પર સમાપ્ત થયો હતો. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી.

બને ટીમોની પ્લેઇંગ 11

ભારતીય ટીમ: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કિપર), ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા ટીમ: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ કિપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેઝલવુડ.