India Tour of New Zealand Match Timings 2026: ભારતીય ક્રિકેટ ટીમ ઓક્ટોબર 2026 થી ડિસેમ્બર 2026 દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ ક્રિકેટ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ મેચ એમ કુલ 12 મુકાબલા થશે. ભારત વિ ન્યૂઝીલેન્ડ T20I, ODI અને ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શિડ્યુલ, તમામ મેચનો સમય અને સ્થળ વિશે વિગતવાર વાંચો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણેય ફોર્મેટમાં મુકાબલો
ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્રવાસની શરૂઆત 22 ઓક્ટોબર 2026 ના રોજ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચથી થશે. આ ક્રિકેટ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ મેચ એમ કુલ 12 મુકાબલા થશે.
ભારત vs ન્યૂઝીલેન્ડ T20I સિરીઝ 2026 (IND vs NZ T20I Series 2026)
- પ્રથમ T20 મેચ: 22 ઓક્ટોબર, ગુરુવાર (હેગલી ઓવલ,ક્રાઈસ્ટચર્ચ) બપોરે 1:30 IST
- બીજી T20 મેચ: 24 ઓક્ટોબર, શનિવાર (હેગલી ઓવલ,ક્રાઈસ્ટચર્ચ) બપોરે 1:30 IST
- ત્રીજી T20 મેચ: 27 ઓક્ટોબર, મંગળવાર (હેનરી સ્ટેડિયમ, વેલિંગ્ટન) બપોરે 1:30 IST
- ચોથી T20 મેચ: 30 ઓક્ટોબર, શુક્રવાર (ઈડન પાર્ક, ઓકલેન્ડ) બપોરે 1:30 IST
- પાંચમી T20 મેચ: 1 નવેમ્બર, રવિવાર (સેડન પાર્ક, હેમિલ્ટન) બપોરે 1:30 IST
India T20I Squad: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ
ભારત vs ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ 2026 (IND vs NZ ODI Series 2026)
- પ્રથમ ODI: 4 નવેમ્બર, બુધવાર 2026 (ઈડન પાર્ક, ઓકલેન્ડ) સવારે 6:30 IST
- બીજી ODI: 7 નવેમ્બર, શનિવાર 2026 (હેનરી સ્ટેડિયમ, વેલિંગ્ટન) સવારે 6:30 IST
- ત્રીજી ODI: 10 નવેમ્બર, મંગળવાર 2026 (સેડન પાર્ક, હેમિલ્ટન) સવારે 6:30 IST
- ચોથી ODI: 13 નવેમ્બર, શુક્રવાર 2026 (બે ઓવલ, તૌરંગા) સવારે 6:30 IST
- પાંચમી ODI: 15 નવેમ્બર, રવિવાર 2026 (બે ઓવલ, તૌરંગા) સવારે 6:30 IST
India ODI Squad (1st, 2nd, 3rd ODI): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ*, કુલદીપ યાદવ
India ODI Squad (4th, 5th ODI): શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને વાઈસ કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, ઔકીબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુશરાજ કુમાર, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ
ભારત vs ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ 2026 (IND vs NZ Test Series 2026)
- પ્રથમ ટેસ્ટ: 19 નવેમ્બર, ગુરુવારથી 23 નવેમ્બર, સોમવાર (સેલો બેસિન રિઝર્વ, વેલિંગ્ટન) સવારે 3:30 IST
- બીજી ટેસ્ટ: 27 નવેમ્બર શુક્રવારથી 1 ડિસેમ્બર, મંગળવાર (હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ) સવારે 3:30 IST
India Test Squad: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), દેવદત્ત પડિકલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કિષ્ણા, આકાશદીપ, સાઈ સુદરસન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 2026: લાઈવ સ્ટ્રીમિંગ અને બ્રોડકાસ્ટ ક્યાં થશે?
ભારતના આગામી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્રવાસની તમામ મેચના રાઈટ Sony Sports Network પાસે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી તમામ મેચોનું ટીવી પર પ્રસારણ સોની ટેન (Sony Ten) ટીવી ચેનલો પર કરવામાં આવશે. જ્યારે મોબાઈલ અને લેપટોપમાં સોની લિવ (Sony LIV) એપ અને વેબસાઈટ પર તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હશે.
