IND vs NZ Schedule 2026: ન્યૂઝીલેન્ડ સામે ભારતની મેચ ક્યારે અને ક્યાં રમાશે મેચ? T20, ODI અને ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

IND vs NZ Schedule 2026: ભારતીય ક્રિકેટ ટીમના ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20I, પાંચ ODI અને બે ટેસ્ટ મેચ સહિત કુલ 12 મેચ રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 09 Oct 2026 11:32 AM (IST)Updated: Fri, 09 Oct 2026 11:32 AM (IST)
ind-vs-nz-schedule-2026-india-vs-new-zealand-full-match-list-venues-and-timings-for-t20is-odis-and-tests
IND vs NZ Schedule 2026

India vs New Zealand 2026 Full Schedule & Match Timings: ભારતીય ક્રિકેટ ટીમ ઓક્ટોબર 2026 થી ડિસેમ્બર 2026 દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ ક્રિકેટ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ મેચ એમ કુલ 12 મુકાબલા થશે. ભારત વિ ન્યૂઝીલેન્ડ T20I, ODI અને ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શિડ્યુલ, તમામ મેચનો સમય અને સ્થળ વિશે વિગતવાર વાંચો.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો પ્રવાસ

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી છે કે, ક્રિકેટના સંદર્ભમાં આ તેમના ઘરઆંગણે આયોજિત થનારો ઈતિહાસનો સૌથી મોટો પ્રવાસ છે. ભારતીય ટીમ માટે T20I, ODI અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડનો આ માત્ર ત્રીજો પ્રવાસ હશે. આ પહેલાં ભારતે 2008/09 અને 2019/20માં ત્રણેય ફોર્મેટ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણેય ફોર્મેટમાં મુકાબલો

ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્રવાસની શરૂઆત 22 ઓક્ટોબર 2026 ના રોજ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચથી થશે.

IND vs NZ T20I Series: 22 ઓક્ટોબર 2026થી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 5 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ક્રિસ્ટચર્ચ, વેલિંગ્ટન, ઓકલેન્ડ અને હેમિલ્ટન ખાતે રમાશે.

IND vs NZ ODI Series: 4 નવેમ્બર 2026થી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની ODI સિરીઝ શરૂ થશે, જે ઓકલેન્ડના ઈડન પાર્ક, વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમ, હેમિલ્ટનના સેડન પાર્ક અને તૌરંગાના બે ઓવલ ખાતે યોજાશે.

IND vs NZ Test Series: આ ક્રિકેટ પ્રવાસના અંતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. પ્રથમ ટેસ્ટ 19 થી 23 નવેમ્બર દરમિયાન અને બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન રમાશે.

ભારત વિ ન્યૂઝીલેન્ડ T20I સિરીઝ 2026 (IND vs NZ T20I Series 2026)

  • પ્રથમ T20 મેચ: 22 ઓક્ટોબર, ગુરુવાર (હેગલી ઓવલ,ક્રાઈસ્ટચર્ચ) બપોરે 1:30 IST
  • બીજી T20 મેચ: 24 ઓક્ટોબર, શનિવાર (હેગલી ઓવલ,ક્રાઈસ્ટચર્ચ) બપોરે 1:30 IST
  • ત્રીજી T20 મેચ: 27 ઓક્ટોબર, મંગળવાર (હેનરી સ્ટેડિયમ, વેલિંગ્ટન) બપોરે 1:30 IST
  • ચોથી T20 મેચ: 30 ઓક્ટોબર, શુક્રવાર (ઈડન પાર્ક, ઓકલેન્ડ) બપોરે 1:30 IST
  • પાંચમી T20 મેચ: 1 નવેમ્બર, રવિવાર (સેડન પાર્ક, હેમિલ્ટન) બપોરે 1:30 IST

ભારત વિ ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ 2026 (IND vs NZ ODI Series 2026)

  • પ્રથમ ODI: 4 નવેમ્બર, બુધવાર 2026 (ઈડન પાર્ક, ઓકલેન્ડ) સવારે 6:30 IST
  • બીજી ODI: 7 નવેમ્બર, શનિવાર 2026 (હેનરી સ્ટેડિયમ, વેલિંગ્ટન) સવારે 6:30 IST
  • ત્રીજી ODI: 10 નવેમ્બર, મંગળવાર 2026 (સેડન પાર્ક, હેમિલ્ટન) સવારે 6:30 IST
  • ચોથી ODI: 13 નવેમ્બર, શુક્રવાર 2026 (બે ઓવલ, તૌરંગા) સવારે 6:30 IST
  • પાંચમી ODI: 15 નવેમ્બર, રવિવાર 2026 (બે ઓવલ, તૌરંગા) સવારે 6:30 IST

ભારત વિ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ 2026 (IND vs NZ Test Series 2026)

  • પ્રથમ ટેસ્ટ: 19 નવેમ્બર, ગુરુવારથી 23 નવેમ્બર, સોમવાર (સેલો બેસિન રિઝર્વ, વેલિંગ્ટન) સવારે 3:30 IST
  • બીજી ટેસ્ટ: 27 નવેમ્બર શુક્રવારથી 1 ડિસેમ્બર, મંગળવાર (હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ) સવારે 3:30 IST

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડના હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી ટક્કર આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપ ફાઇનલમાં થઈ હતી. તે પહેલાં વર્ષ 2026 ની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની ટીમે 8 વ્હાઈટ-બોલ મેચની સિરીઝ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. જેમાં ન્યૂઝીલેન્ડે ODI સીરિઝ 2-1થી જીતી, પરંતુ T20I સિરીઝમાં ભારતે તેમને 4-1થી હરાવ્યા હતા.

શું ફેન્સ વિરાટ કોહલી અને રોહિત શર્માને જોઈ શકશે?

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તેઓ ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. આ કારણોસર, 5 મેચની આ ODI સિરીઝ 2027ના ODI વર્લ્ડ કપ પહેલાં તેમના ફોર્મનું પ્રદર્શન કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ બની શકે છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર કે મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે 2025/26 ODI સીઝન દરમિયાન બંને ખેલાડીના શાનદાર પ્રદર્શન છતાં વર્લ્ડ કપ ટીમમાં તેમના સ્થાન અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.