IND vs NZ: ક્રાઈટચર્ચનાં ટીમ ઈન્ડિયા બેકફૂટ પર આવી ગઈ છે. ભારતે પહેલી ઈનિંગમાં આજે દિવસના અંતે 6 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા છે. દિવસના છેલ્લા બોલે વોશિંગ્ટન સુંદરના રુપમાં ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. સુંદર 10 રન બનાવીને આઉટ થયો હતો. આમ ભારત ન્યૂઝીલેન્ડથી હજુ પણ 240 રન પાછળ છે.
બીજા દિવસની રમત સમાપ્ત
આજે બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ભારત પાસે હવે માત્ર 4 વિકેટ જ બાકી છે અને 240 રન હજુ પણ પાછળ છે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડે પહેલી પારીમાં 356 રનનો સ્કોર કર્યો હતો. હાલમાં ભારત તરફથી ધ્રુવ જુરેલ 45 બોલમાં 7 રન બનાવીને નોટ આઉટ છે.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરુઆત
આજે ટીમ ઈન્ડિયાની શરુઆત અત્યંત ખરાબ રહી હતી. ઓપનર જયસ્વાલ ઝીરો પર આઉટ થયો હતો. ભારતના ટોપ 6 બેટ્સમેનો 30 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.ભારત તરફથી સૌથી વધુ રન રાહુલે 25 બનાવ્યા હતા જ્યારે ગિલ- 17, પડ્ડીકલ-21,પંત-23 અને સંદર 10 રન બનાવી આઉટ થયા હતા. તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ તરફથી કાયલ જેમીસન અને ડફીએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે હેન્રી અને સ્મીથને એક-એક વિકેટ મળી હતી.
ન્યૂઝીલેન્ડ 356 મા ઓલઆઉટ
આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ન્યૂઝીલેન્ડને 356 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર મુશ્કેલ જણાતો હતો, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોએ લડાયક બેટિંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર આકાશદીપએ ઘાતક બોલિંગ કરતા પહેલી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.
બ્લંડેલ સદીથી ચૂક્યો, લેથમની અડધી સદી
ન્યૂઝીલેન્ડનો સ્કોર એક તબક્કે 4 વિકેટના નુકસાને 110 રન હતો, જ્યાંથી ટોમ બ્લંડેલે ઈનિંગને સંભાળી હતી. બ્લંડેલે 211 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 89 રન ફટકાર્યા હતા અને તે સદી ચૂકી ગયો હતો. તેના સિવાય કેપ્ટન ટોમ લેથમે 128 બોલમાં 59 રન બનાવ્યા હતા, જ્યારે અંતિમ તબક્કામાં ગ્લેન ફિલિપ્સે 36 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
-1795845229400_m.webp)