IND W Vs ENG W 4th T20I: ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર ઈતિહાસ રચી દીધો હતો. ટી20I મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને પહેલીવાર ઈંગ્લેન્ડમાં ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ પોતાના નામે કરી હતી. ભારતે 6 વિકેટે ઈંગ્લેન્ડને હરાવીને 3-1 સિરીઝથી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.
ઈંગ્લેન્ડે 126 રનનો લક્ષ્યાંક આપ્યો
ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 126 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ રન ઓપનર સોફિયાએ બનાવ્યા, તેના સિવાય કોઈ ખેલાડી વધારે રન બનાવી ન શક્યો.
ભારતીય ટીમની સારી શરુઆત
મેચમાં શ્રી ચરણી અને રાધા બંનેએ મળીને કુલ આઠ ઓવરમાં માત્ર 45 રન આપીને 4 વિકેટ લીધી. 127 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે સારી શરૂઆત કરી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ સાથે મળીને કમાલની શરૂઆત કરી. બંનેએ 7 ઓવરમાં 56 રન બનાવીને ઈંગ્લેન્ડ મેચ પર પકડ બનાવી લીધી.
સ્મૃતિએ 32 રન અને શેફાલીએ 31 રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન હરમીનપ્રીત કૌરે 26 રન બનાવ્યા. જેમિમાએ 24 રન બનાવ્યા. આ રીતે ભારતે 17 ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરીને ઐતિહાસિક જીત હાંસલ કરી.