India Squad for West Indies Test 2025: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 2થી 6 ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 10 થી 14 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ખાતે ટેસ્ટ મેચ રમાશે. આ મેચને લઈને વેસ્ટ ઈન્ડિઝ તેની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ભારતીય ટીમની પસંદગી 24 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે કરવામાં આવશે. ચાલો જાણીએ કોને મળી શકે છે સ્થાન…
કેવી હશે ભારતીય ટીમ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચને લઈને બધાની નજર સ્ક્વોડ પર છે અને હવે તેને લઈને એક મોટો ખુલાસો થયો છે. ક્રિકબઝે હવે ટીમની પસંદગીના એક દિવસ પહેલા સંભવિત સ્ક્વોડનો ખુલાસો કર્યો છે. અહેવાલો અનુસાર ઋષભ પંત ઈજાને કારણે ફિટ નથી અને તેથી તેની પસંદગી નહીં થાય. આ સિવાય પણ કેટલાક ફેરફાર થવાના છે. અહેવાલો અનુસાર કરુણ નાયરને આ શ્રેણી માટે કદાચ પસંદ કરવામાં આવશે નહીં, જ્યારે આકાશ દીપને આરામ આપવામાં આવી શકે છે.
શ્રેયસ ઐયર ફરીથી બહાર
ક્રિકબઝના રિપોર્ટ મુજબ શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. ચાહકોને આશા હતી કે શ્રેયસ ઐયરને વેસ્ટ ઈન્ડિઝ સામે તક મળશે, પરંતુ કદાચ એવું નથી. છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ટીમમાં ઐયરની અવગણના થઈ રહી છે અને એવું લાગે છે કે આ વખતે પણ તેમને તક નહીં મળે. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં ઐયરની અવગણના કરવામાં આવી રહી છે, જે આશ્ચર્યજનક બાબત છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત સ્ક્વોડ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, નીતિશ રેડ્ડી અને એન જગદીશન.
