IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ માટે 'કરો યા મરો' સમાન પાંચમી T20; વાંચો પીચ રિપોર્ટ, હેડ-ટુ-હેડ આંકડા અને હવામાનનો હાલ

IND vs WI 5th T20 Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી અને છેલ્લી T20 મેચ આજે 17 ઓક્ટોબર, શનિવારે બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 17 Oct 2026 12:41 PM (IST)Updated: Sat, 17 Oct 2026 12:41 PM (IST)
ind-vs-wi-5th-t20-match-preview-bengaluru-chinnaswamy-stadium-pitch-and-weather-report-squad

IND vs WI 5th T20 Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝની (IND vs WI T20 Series) પાંચમી અને છેલ્લી નિર્ણાયક મેચ 17 ઓક્ટોબર, શનિવારના રોજ બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. પાંચ મેચની આ T20I સિરીઝમાં બંને ટીમો અત્યાર સુધી બે-બે મેચ જીતીને 2-2 થી બરાબરી પર છે.

આજની નિર્ણાયક મેચ નક્કી કરશે T20I સિરીઝનું પરિણામ

આજે શનિવારના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ જ T20I સિરીઝની ટ્રોફીનો ફેંસલો કરશે. બંને ટીમના બેટ્સમેનો શાનદાર ફોર્મમાં છે અને બોલરો સંઘર્ષ કરી રહ્યા છે, જેથી આ આખરી મુકાબલામાં પણ બેટિંગ જ મેચ અને સિરીઝનું પરિણામ નક્કી કરશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમનું મેદાન નાનું છે અને અહીં ચોગ્ગા-છગ્ગાનો ભારે વરસાદ થાય છે.

Pitch Report: ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેટ્સમેનો માટે સ્વર્ગ

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ હંમેશા બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહ્યું છે. પિચ તૈયાર કરવામાં કોઈ ખામી ન રહી જાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. બેંગલુરુમાં હવામાન સારું નથી અને વરસાદના કારણે રમતમાં ખલેલ પડી શકે છે, જેથી હવામાનની ભેજ પીચનો મિજાજ બગાડી શકે છે.

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છેલ્લી T20I આંતરરાષ્ટ્રીય મેચ 17 જાન્યુઆરી 2024 ના રોજ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. તે મેચમાં 20-20 ઓવરના અંતે સ્કોર ટાઈ રહ્યો હતો. જેમાં ભારતે 212/4 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાને પણ 212/6 રન બનાવી શકી હતી. ત્યારબાદ ડબલ સુપર ઓવર પછી ટીમ ઈન્ડિયા જીતવામાં સફળ રહી હતી. આજની T20 મેચમાં ફરી એકવાર કુલ 500 રન બને તેવી શક્યતા છે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં T20I મેચનો રેકોર્ડ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 10 આંતરરાષ્ટ્રીય T20 મુકાબલા રમાયા છે. જેમાંથી ટાર્ગેટ ચેઝ કરવા બીજી બેટિંગ કરનાર ટીમને 5 મેચમાં જીત મળી છે, જ્યારે પહેલા બેટિંગ કરનાર ટીમ 3 મેચમાં વિજેતા બની છે. એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું અને એક મેચ ટાઈ થઈ, જેમાં ડબલ સુપર ઓવર દ્વારા હાર-જીતનો નિર્ણય થયો હતો.

ભારતીય ટીમે અહીં રમેલી કુલ 8 મેચ પૈકી 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને 1 મેચ પરિણામ વિના રદ થઈ હતી. આ મેદાન પર પ્રથમ ઈનિંગ્સનો સરેરાશ સ્કોર 148 રન અને બીજી ઈનિંગ્સનો સરેરાશ સ્કોર 154 રન રહ્યો છે. આ આંકડાઓને જોતાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરશે.

બેંગલુરુના હવામાનનો હાલ: વરસાદ મેચમાં ખલેલ પાડશે?

બેંગલુરુમાં આજે શનિવારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે. મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. સાંજે 4:00 વાગ્યે વરસાદની શક્યતા 68 ટકા છે, જે સાંજે 5:00 વાગ્યે વધીને 71 ટકા થઈ જશે. મેચ શરૂ થવાના સમયે વરસાદની શક્યતા 64 ટકા રહેશે અને સમગ્ર મેચ દરમિયાન તે 50 ટકા જેટલી જળવાઈ રહેશે. આથી મેચમાં વરસાદ ખલેલ પહોંચાડી શકે છે, અને મેચ રદ પણ થઈ શકે છે.

IND vs WI T20: બંને ટીમની સંપૂર્ણ સ્ક્વોડ

ભારતીય ટીમ (India T20 Squad): શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, સંજય સેમસન (વિકેટકીપર), નમન ધીર, વૈભવ સૂર્યવંશી, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રિન્સ યાદવ, રવિ બિશ્નોઈ અને મયંક યાદવ.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ (West Indies T20 Squad): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્ર્યુ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, અમીર જાંગુ (વિકેટકીપર), કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોસ્ટન ચેસ, કીમો પોલ, રોમારિયો શેફર્ડ, શમાર સ્પ્રિંગર, મેથ્યુ ફોર્ડ, અકીલ હોસીન, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.