IND vs WI Live Streaming: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ, TV તથા મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું?

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી વન-ડે મેચ આજે 3 ઓક્ટોબરે ન્યૂ ચંડીગઢમાં રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 03 Oct 2026 10:50 AM (IST)Updated: Sat, 03 Oct 2026 10:50 AM (IST)
ind-vs-wi-3rd-odi-live-streaming-where-to-watch-india-vs-west-indies-match-live-telecast-in-india
IND vs WI 3rd ODI Live Streaming

IND vs WI 3rd ODI Live Streaming: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની છેલ્લી વન-ડે મેચ આજે 3 ઓક્ટોબર, શનિવારે રમાવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ બે મેચ જીત્યા બાદ ભારતની નજર સિરીઝ ક્લીન સ્વીપ કરવા પર હશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સન્માન બચાવવા મેદાને ઉતરશે. જાણો ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ ક્યારે અન ક્યાં રમાશે, તેનું લાઈવ ટેલિકાસ્ટ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે.

IND vs WI 3rd ODI: સમય, સ્થળ અને સ્ટ્રીમિંગની વિગતો

IND vs WI 3rd ODI: ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ 3 ઓક્ટોબર, શનિવારના રોજ ન્યૂ ચંદીગઢના PCA ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

IND vs WI 3rd ODI: મેચ શરૂ થવાનો સમય

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેનો આ મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે (2 PM IST) શરૂ થશે.

IND vs WI 3rd ODI: લાઈવ મેચ ક્યાં જોવી?

  • ટીવી પર પ્રસારણ (TV Broadcast): ભારતમાં આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર કરવામાં આવશે.
  • ઓનલાઈન સ્ટ્રીમિંગ (Live Streaming): ફેન્સ આ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઈટ પર જોઈ શકશે.

IND vs WI ODI Series: બંને ટીમની સંપૂર્ણ સ્કવોર્ડ

ભારતીય ટીમ (Indian Cricket Team): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ઔકિબ નબી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, ગુરનૂર બ્રાર, નમન ધીર.

વેસ્ટ ઈન્ડીઝ ટીમ (West Indies Cricket Team): જાન કેમ્પબેલ, શાઈ હોપ (કેપ્ટન/વિકેટકીપર), કીસી કાર્ટી, શેરફેન રધરફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ્, અમીર જાંગુ, મેથ્યુ ફોર્ડ, રોસ્ટન ચેઝ, ગુડાકેશ મોતી, અલઝારી જોસેફ, જયડન સીલ્સ, શમાર જોસેફ, જ્વેલ એન્ડ્ર્યુ, વિટેલ લોઝ, કીમો પોલ.