IND vs WI Preview: ક્લીન સ્વીપ પર ભારતની નજર, વેસ્ટ ઈન્ડિઝ કરશે સન્માન બચાવવાનો પ્રયાસ; ત્રીજી વન-ડે પહેલા વાંચો મેચ પ્રિવ્યુ

આજે 3 ઓક્ટોબર, શનિવારના રોજ ન્યૂ ચંડીગઢના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 03 Oct 2026 11:21 AM (IST)Updated: Sat, 03 Oct 2026 11:21 AM (IST)
ind-vs-wi-3rd-odi-preview-india-vs-west-indies-squads-new-chandigarh-pca-cricket-stadium-pitch-report
India vs West Indies 3rd ODI Preview

India vs West Indies 3rd ODI Preview: વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમનું વર્ચસ્વ યથાવત છે. ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં પ્રથમ બે મુકાબલા જીતીને શ્રેણી પોતાના નામે કરી ચૂકેલી ભારતીય ટીમ આજે 3 ઓક્ટોબર, શનિવારના રોજ ન્યૂ ચંડીગઢના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સિરીઝ ક્લીન સ્વીપ કરવા મેદાનમાં ઉતરશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ટીમ છેલ્લી મેચ જીતીને વન-ડે શ્રેણીનો સન્માનજનક અંત કરવા ઈચ્છશે.

ભારતનું સતત 14મી દ્વિપક્ષીય શ્રેણીમાં વર્ચસ્વ

વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે ક્રિકેટમાં ભારતનું પ્રભુત્વ એ વાતથી સમજી શકાય કે ટીમ ઈન્ડિયાએ સતત 14મી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી પોતાના નામે કરી છે. એટલું જ નહીં, ઘરેલુ મેદાન પર પણ છેલ્લા સાત વર્ષથી વેસ્ટ ઇન્ડીઝ ભારતીય ટીમને હરાવવા માટે અસમર્થ રહ્યું. છેલ્લે કેરેબિયન ટીમે ભારતીય ધરતી પર વર્ષ 2019માં ચેન્નઈના મેદાન પર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે ઘરેલુ મેદાન પર વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

'RoKo' અને શુભમન ગિલ પર રહેશે ખાસ નજર

આ વન-ડે શ્રેણીના ત્રીજા મુકાબલામાં પણ ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ટીમના અનુભવી અને યુવા સિતારાઓ પર રહેશે. કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ત્રિપુટી શાનદાર ફોર્મમાં છે. શુભમન ગિલ પોતાની કપ્તાની અને બેટિંગ બંનેથી પ્રભાવિત કરી રહ્યા છે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો અનુભવ ટીમની તાકાત બની રહ્યો છે. આ ત્રણેય બેટ્સમેનો પાસેથી વધુ એક વખત મોટી ઈનિંગ્સની આશા રાખવામાં આવી રહી છે.

IND vs WI 3rd ODI: બંને ટીમની સંપૂર્ણ Squad

ભારતીય ટીમ (India Squad): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (ઉપ-કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અંશુલ કંભોજ, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ, નામાન ધીર.

વેસ્ટ ઇન્ડિઝ ટીમ (West Indies Squad): શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્ર્યુ, જાન કેમ્પબેલ, કીસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, જસ્ટિન ગ્રીવ્સ્, આમિર જાંગુ, અલઝારી જોસેફ, શમાર જોસેફ, વિટેલ લાજ, ગુડાકેશ મોતી, કીમો પોલ, શેરફેન રધરફોર્ડ, જેડન સીલ્સ.