IND vs SL Live Score, Asian Games 2026 Semi-Final: જાપાનમાં 20મી એશિયન ગેમ્સમાં ક્રિકેટની બીજા સેમિફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે નિશિનનાકોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચનો લાઈવ સ્કોર અને મુખ્ય હાઈલાઈટ્સ જોવા માટે આ પેજને રિફ્રેશ કરો.
ઐયરની ઈનિંગનો અંત, ચોથી વિકેટ પડી
ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરની ઈનિંગ સમાપ્ત થઈ છે. 10મી ઓવરમાં વનુજા સહનના બોલ પર ઐયર બોલ્ડ થયો છે. શ્રેયસ ઐયરે 13 બોલમાં 13 રન બનાવ્યા છે. અક્ષર પટેલ હવે ઈશાન કિશનનો સાથ આપશે. હાલ ભારતનો સ્કોર 12 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 98 રન છે.
વૈભવની તોફાની ઈનિંગ્સનો અંત આવ્યો
પાવરપ્લે પછી વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઈનિંગ્સનો અંત આવ્યો છે. મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે કેચ આઉટ થયો હતો. વૈભવે 21 બોલમાં 38 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. ઈશાન કિશન હવે કેપ્ટન ઐયર સાથે જોડાયો છે. રમતની પહેલી છ ઓવર પૂરી થતા ભારતનો સ્કોર બે વિકેટે 58 રન હતો.
ભારતને બીજો ઝટકો, સંજુ પણ આઉટ
સેમિફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની ખરાબ શરૂઆત રહી છે. ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ભારતીય ટીમે ઝડપથી બે વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્મા બીજી ઓવરમાં અને સાજુ સેમસન ત્રીજી ઓવરમાં આઉટ થયા. સંજુએ નવ બોલનો સામનો કર્યો અને સાત રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ ઐયર હવે વૈભવ સાથે મેદાનમાં છે.
ભારતને પહેલો ઝટકો, અભિષેક આઉટ
પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત રહી. અભિષેક શર્મા બીજી ઓવરમાં પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યા બાદ બીજા જ બોલે કેચ આઉટ થયો હતો. અભિષેક શર્માએ ત્રણ બોલનો સામનો કર્યો અને સાત રન બનાવ્યા. સંજુ સેમસન હવે વૈભવ સાથે જોડાવા માટે ક્રીઝ પર આવ્યો છે.
મેદાનમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી
ટોસ હાર્યા બાદ, ભારતીય ઓપનિંગ જોડી પહેલા બેટિંગ કરવા માટે ઉતરી છે. અભિષેક શર્મા વૈભવ સૂર્યવંશી સાથે જોડાવા માટે ક્રીઝ પર આવ્યો છે. ભારતે પ્રથમ ઓવરમાં વૈભવના ચાર રનની મદદથી છ રન બનાવ્યા છે.
IND vs SL Semi-Final: શ્રીલંકાએ જીત્યો ટોસ
શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેથી, ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા છે.
IND vs SL Semi-Final: બંને ટીમની પ્લેઈંગ-11
- ભારતની ટીમ (Indian Cricket Team): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ.
- શ્રીલંકાની ટીમ (Sri Lanka Cricket Team): લસિથ ક્રૂસપુલ, સિનેથ જયવર્દના, સોહન ડી લિવેરા (વિકેટકીપર), અશેન બંદારા, સહન અરાચિગે (કેપ્ટન), નુવાનિડુ ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને, વનુજા સહન, વિજયકાંત વિયાસકાન્ત, થરિંદુ રત્નાયકે, બિનુરા ફર્નાન્ડો
