Asian Games 2026: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સેમિફાઈનલમાં ટક્કર, TV તથા મોબાઈલ પર ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું?

ભારત અને શ્રીલંકા વચ્ચે આ સેમિફાઈનલ મેચ આજે 1 ઓક્ટોબરે કોરોગી સ્પોર્ટ્સ પાર્ક, નિશિન ખાતે રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 01 Oct 2026 10:14 AM (IST)Updated: Thu, 01 Oct 2026 10:14 AM (IST)
asian-games-2026-ind-vs-sl-semi-final-live-streaming-how-to-watch-match-tv-channels-and-mobile-app
Asian Games 2026 IND vs SL Live Streaming

Asian Games 2026, IND vs SL Live Streaming: જાપાનમાં એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. ક્વોર્ટર ફાઈનલ મેચો વરસાદમાં ધોવાઈ ગયા બાદ બંને ટીમો મેચ રમ્યા વિના જ સેમિફાઈનલમાં પહોંચી છે. જાણો આજે 1 ઓક્ટોબરે રમાનારી ભારત અને શ્રીલંકા T20 મેચનો સમય, સ્થળ અને ટીવી તથા મોબાઈલ પર ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું.

IND vs SL Semi Final: ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેનો આ સેમિફાઈનલ મુકાબલો 1 ઓક્ટોબર, ગુરુવારના રોજ કોરોગી સ્પોર્ટ્સ પાર્ક, નિશિન ખાતે રમાશે.

IND vs SL Semi Final: મેચ શરૂ થવાનો સમય

ભારતીય સમયાંતરે ટોસ સવારે 10:00 વાગ્યે થશે અને ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.

IND vs SL Semi Final: લાઈવ મેચ ક્યાં જોવી?

  • ટીવી પર પ્રસારણ (TV Broadcast): ભારત અને શ્રીલંકા વચ્ચેના મુકાબલાનું ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર જોઈ શકાશે.
  • ઓનલાઈન સ્ટ્રીમિંગ (Live Streaming): સ્માર્ટફોન પર ફેન્સ આ મેચનું ઓનલાઈન લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ (Sony LIV App) પર જોઈ શકશે.

IND vs SL Semi Final: મેચ બગાડી શકે વરસાદ?

ક્રિકેટ ચાહકો માટે આનંદના સમાચાર એ છે કે હવામાન અહેવાલ મુજબ મેચના સમયે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. જોકે, મેચ દરમિયાન વાતાવરણ ઠંડું રહી શકે છે અને તાપમાન આશરે 20 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની ધારણા છે. આથી ખેલાડીઓએ ઠંડી સાથે તાલમેલ બેસાડીને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

વરસાદના કારણે ક્વાર્ટર ફાઈનલ મુકાબલા થયા રદ્દ

એશિયન ગેમ્સ 2026 ની તમામ ક્વાર્ટર ફાઇનલ મેચો વરસાદની ભેટ ચઢી ગઈ હતી. ક્વાર્ટર ફાઈનલમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થવાનો હતો, જ્યારે શ્રીલંકાની ટીમ નેપાળ સામે રમવાની હતી. જોકે, વરસાદના કારણે આ બંને મેચ રમાઈ શકી ન હતી અને બંને ટીમો રમ્યા વગર જ સેમિફાઈનલમાં પહોંચી છે.

આ શાનદાર સેમિફાઈનલ મુકાબલામાં ક્રિકેટ ફેન્સને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનીતુફાની બેટિંગ જોવા મળી શકે છે. ભારત અને શ્રીલંકા બંને ટીમો ઈચ્છશે કે આખી મેચનો એક્શન જોવા મળે જેથી મેચ જીતીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી શકાય.