Sri Lanka vs India, 2nd Test Result: ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રો, ભારતે સીરિઝ 1-0થી જીતી

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. સોનલ દિનુશાએ લડાયક બેટિંગ કરી મેચને ડ્રો તરફ લઈ ગયો હતો. બે ટેસ્ટ મેચની સીરિઝ ભારતે 1-0થી જીતી લીધી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 27 Aug 2026 10:31 AM (IST)Updated: Thu, 27 Aug 2026 04:46 PM (IST)
ind-vs-sl-2nd-test-day-5-live-score-india-vs-sri-lanka-cricket-scorecard-updates-highlights
India vs Sri Lanka 2nd Test Day-5, Live Score

India vs Sri Lanka 2nd Test Day-5, Live Score: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. સોનલ દિનુશાએ લડાયક બેટિંગ કરી મેચને ડ્રો તરફ લઈ ગયો હતો. બે ટેસ્ટ મેચની સીરિઝ ભારતે 1-0થી જીતી લીધી છે.

સ્કોરબોર્ડ:

ભારત- 503/9 પર ઈનિંગ ડિક્લર.
શ્રીલંકા- પ્રથમ ઈનિંગ 290 રનમાં ઓલ આઉટ અને ફોલોઓન થયું. બીજી ઈનિંગ 429/9.

સોનલ દિનુશાએ ફટકારી સદી, બનાવ્યો રેકોર્ડ

બ્રેક પછી સોનલ દિનુશાએ 196 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. સાથે જ સોનલ દિનુશા બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ સદી ફટકારનાર ત્રીજો શ્રીલંકન ખેલાડી બની ગયો છે.

બીજું સેશન સમાપ્ત, શ્રીલંકાનો સ્કોર 383/8

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસનું બીજું સેશન સમાપ્ત થઈ ગયું છે. શ્રીલંકાએ 8 વિકેટ ગુમાવીને 383 રન બનાવી લીધા છે, અને ભારત સામે 170 રનની લીડ મેળવી લીધી છે. હવે, ફક્ત અંતિમ સત્ર બાકી છે, અને ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ મેચ જીતવી લગભગ અશક્ય બની ગઈ છે.

ભારત સામે શ્રીલંકાની લીડ 150 રન પહોંચી

ભારત સામે કોલંબોમાં રમાઈ રહેલી ટેસ્ટમાં શ્રીલંકાના બેટ્સમેનોએ તેમનું પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. શ્રીલંકાએ 150 રનની લીડ મેળવી છે. સોનલ દિનુશા 83 રન બનાવીને ક્રીઝ પર છે. લાહિરુ કુમારા પણ તેમને ટેકો આપી રહ્યા છે, જેણે 23 બોલમાં 1 રન બનાવ્યો છે. 123 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 363/8 છે.

પ્રભાત જયસૂર્યા માત્ર 2 રન બનાવી આઉટ

શ્રીલંકાની આઠમી વિકેટ પડી ગઈ છે. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પ્રભાત જયસૂર્યાને 2 રનમાં આઉટ કર્યો હતો. શ્રીલંકાના સોનલ દિનુશા 76 રન પર બેટિંગ કરી રહ્યા છે, જ્યારે લાહિરુ કુમારા બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યા છે.

શ્રીલંકા ટીમ 350 રનને પાર, સ્કોર 353-7

ભારત સામેની બીજી ઈનિંગમાં શ્રીલંકાના બેટ્સમેનોએ તાકાતનો પરચો બતાવ્યો છે. શ્રીલંકન ટીમે 114મી ઓવરમાં 350 રનનો આંકડો પાર કર્યો હતો. 116મી ઓવર સુધીમાં, યજમાન ટીમે 7 વિકેટ ગુમાવીને 353 રન બનાવી લીધા છે. સોનલ દિનુષા ભારતના વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. શ્રીલંકાએ ભારત પર 140 રનની લીડ મેળવી લીધી છે.

હાશ!માનવ સુથારે ભારતને અપાવી સફળતા 

સ્પિનર માનવ સુથારે શ્રીલંકા સામે ભારતને થોડી રાહત આપી છે. તેણે કેશરા નુવંતાને 46 રને આઉટ કર્યો છે, આ સાથે જ શ્રીલંકાએ પોતાની સાતમી વિકેટ ગુમાવી છે. શ્રીલંકાનો સ્કોર 352-7 છે.

પ્રથમ સેશન સમાપ્ત, શ્રીલંકાનો સ્કોર 329-6

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પાંચમા દિવસનું પહેલું સેશન યજમાન ટીમના પક્ષમાં રહ્યું. શ્રીલંકાની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 100 રન બનાવ્યા. ભારતીય બોલરોને વિકેટ લેવામાં મુશ્કેલી પડી. શ્રીલંકાએ 6 વિકેટે 329 રન બનાવ્યા, જેનાથી ભારત પર 116 રનની લીડ મળી હતી. શ્રીલંકા તરફથી સોનલ દિનુશા 55 રન અને કેસરા નુવંથા 46 રન સાથે ક્રીઝ પર છે.

સોનલ દિનુશાએ અડધી સદી ફટકારી

શ્રીલંકાની બેટ્સમેન સોનલ દિનુશા ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની છે. કોલંબો ટેસ્ટના પાંચમા દિવસે તેણે ભારત સામે અડધી સદી ફટકારી. આ તેનો સતત ચોથો 50+ સ્કોર છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. 97 ઓવર પછી, શ્રીલંકાનો સ્કોર 316/6 છે. સોનલ દિનુશા 50 રન પર છે, જ્યારે કેશરા નુવંથા 39 રન પર છે. શ્રીલંકાએ ભારત પર 103 રનની લીડ મેળવી લીધી છે.

શ્રીલંકાએ 300 રન પૂર્ણ કર્યા, સ્કોર 316/6

કોલંબોમાં રમાઈ રહેલી ભારત સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકાએ બીજા દાવમાં 300 રનનો આંકડો પાર કરી લીધો છે. સોનલ દિનુશા અને કેશરા નુવંથાએ પહેલાથી જ શાનદાર અડધી સદીની ભાગીદારી નોંધાવી છે. ભારતીય બોલરો વિકેટ માટે સંઘર્ષ કરી રહ્યા છે. 92 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 302/6 છે. સોનલ દિનુશા 39 અને કેશરા નુવંથા 37 રન પર છે.

શ્રીલંકાએ 250 રન પૂર્ણ કર્યા, સ્કોર 257/6

કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરો સંઘર્ષ કરી રહ્યા છે. શ્રીલંકાએ આઠમી વિકેટ માટે 34 રન ઉમેર્યા છે અને તેમનો સ્કોર 250 રનને પાર કરી ગયો છે. કોલંબોમાં વરસાદની અપેક્ષા હોવાથી ભારતીય બોલરોએ ઝડપથી વિકેટ લેવાની જરૂર પડશે. શ્રીલંકાના સોનલ દિનુષા 17 અને કેશરા નુવંથા 17 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. 81 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 253/6 છે.

શ્રીલંકાની ઝડપી શરૂઆત, સ્કોર 242/6

ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચમા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. કેશર નુવંથા અને સોનલ દિનુષાએ વળતો હુમલો કરતા 2.2 ઓવરમાં 15 રન ઉમેર્યા છે. ભારતીય ટીમ વિકેટ શોધવા માટે ખૂબ જ મથી રહી છે. રવિન્દ્ર જાડેજા અને સરાંશ જૈન વિકેટ લેવાની જવાબદારી સંભાળશે. 75 ઓવર પછી, શ્રીલંકાનો બીજો દાવ 242/6 છે. સોનલ દિનુષા 9 અને કેશર નુવંથા 14 રન પર રમી રહ્યા છે.