IND vs SL 2nd Test: બીજી ટેસ્ટમાં ફોલોઓન થયા બાદ શ્રીલંકાએ 16 રનની લીડ મેળવી પણ છ વિકેટ ગુમાવી, ભારતની સ્થિતિ મજબૂત

IND vs SL 2nd Test Day 2 Score: શ્રીલંકાને ચોથા દિવસે 16 રનની લીડ મળી ગઈ છે. શ્રીલંકાનો સ્કોર 229/6 છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Wed, 26 Aug 2026 10:43 AM (IST)Updated: Wed, 26 Aug 2026 05:22 PM (IST)
ind-vs-sl-2nd-test-day-4-live-score-india-vs-sri-lanka-cricket-scorecard-updates-highlights

India vs Sri Lanka Cricket Scorecard Updates Highlights: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. આ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને યજમાન શ્રીલંકાને પ્રથમ ઇનિંગ્સમાં 290 રન પર ઓલઆઉટ કરી દીધું છે. ભારતને પ્રથમ ઇનિંગ્સના આધારે 213 રનની મજબૂત લીડ મળી છે. હવામાનની અનિશ્ચિતતા અને વારંવાર પડતા વરસાદના કારણે ભારતીય કેપ્ટન શુભમન ગિલે શ્રીલંકાને ફોલોઓન આપવાનો મોટો નિર્ણય લીધો છે.

પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ ઇનિંગ્સ 9 વિકેટના નુકસાને 503 રન બનાવીને પારી ડિક્લેર કરી હતી. ભારતના આ સ્કોર સામે શ્રીલંકાની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી અને એક સમયે 173 રન પર જ પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, યુવા બેટ્સમેન સોનલ દિનુષાની લડાયક સદી અને પાસિન્દુ સૂરિયાબંદારાના 80 રનની મદદથી શ્રીલંકાની ટીમ 290 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.

રમતના ચોથા દિવસે શું સ્થિતિ છે

  • બીજી ઈનિંગમાં 5 રન પર શ્રીલંકાની પ્રથમ વિકેટ પડી છે.
  • 63 રન પર શ્રીલંકાની બીજી વિકેટ પડી છે. સિરાજ અને રવીન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી છે.
  • 178 રન પર શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી છે. કમિંદુ મેન્ડિસ 55 રન બનાવી આઉટ થયો છે. પ્રસિદ્ધ ક્રિષ્નાણએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે.
  • ફોલોઓન થયા બાદ શ્રીલંકાએ લીડ મેળવી છે.
  • શ્રીલંકાના બેટ્સમેન પાસિન્દુ સૂરિયાબંદારાની લડાયક બેટિંગ કરી 92 રને આઉટ થયો છે. 
  • શ્રીલંકાની 212 પર પાંચમી અને 218 પર છઠ્ઠી વિકેટ પડી છે. 
  • શ્રીલંકાને ચોથા દિવસે 16 રનની લીડ મળી ગઈ છે. શ્રીલંકાનો સ્કોર 229/6 છે.
  • જીત માટે ભારતની દાવેદારી મજબૂત છે. 

સોનલ દિનુષાની સતત બીજી સદી

શ્રીલંકા તરફથી ડાબોડી યુવા બેટ્સમેન સોનલ દિનુષાએ ભારતીય બોલરો સામે જોરદાર લડત આપી હતી. તેણે 162 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 103 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. દિનુષાએ આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ 100 રનની સદી ફટકારી હતી. આ રીતે તેણે ભારત સામે સતત બીજી સદી ફટકારીને શ્રીલંકાની લાજ બચાવી હતી. પરંતુ તે શ્રીલંકાની ટીમને ફોલોઓનથી બચાવી શક્યો ન હતો. તેની સાથે પાસિન્દુ સૂરિયાબંદારાએ પણ 133 બોલમાં 9 ચોગ્ગા સાથે 80 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ બંને સિવાય કામિન્દુ મેન્ડિસે 32 રન બનાવ્યા હતા.

ભારતીય સ્પિનર્સ અને બોલરોનો તરખાટ

ભારતીય બોલરોએ મેચ પર શરૂઆતથી જ પકડ મજબૂત રાખી હતી. સ્પિનર માનવ સુથાર અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ઉત્કૃષ્ટ બોલિંગ કરીને 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે સારાંશ જૈનને 2 સફળતા મળી હતી. સારાંશ જૈને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ વિકેટ લાહિરુ કુમારાને આઉટ કરીને મેળવી હતી, અને ત્યારબાદ સદી ફટકારનાર સોનલ દિનુષાને પણ આઉટ કરીને શ્રીલંકાની ઇનિંગ્સને ધરાશાયી કરી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી.