IND vs SA 2nd ODI: વિરાટ કોહલી અને ગંભીર વચ્ચે શું ચાલી રહ્યું છે? વધુ એક ઘટનાએ ચર્ચા જગાવી

આજે રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે રમાશે. આ પહેલા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના સંબંધોને લઈને ભારે ચર્ચા થઈ રહી છે.

By: Jagran GujaratiPublish Date: Wed, 03 Dec 2025 12:43 PM (IST)Updated: Wed, 03 Dec 2025 12:43 PM (IST)
ind-vs-sa-2nd-odi-virat-kohli-walks-past-gautam-gambhir-rohit-sharma-reacts
HIGHLIGHTS
  • આ પહેલા એરપોર્ટ પરનો વીડિયો વાઈલર થયો હતો તેમા સિલેક્ટરે પણ ગંભીર અને કોહલી સાથે અલગ અલગ વાત કરી હતી.

India vs South Africa 2nd ODI: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો બીજો મેચ છે. રાયપુરમાં બીજી વનડે પહેલા, મંગળવાર, 2 ડિસેમ્બરના રોજ યોજાયેલા નેટ સેશનની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ નેટ સેશન દરમિયાન પ્રેક્ટિસ કરી હતી. કોચ ગૌતમ ગંભીર નજીકથી જોઈ રહ્યા હતા. સેશન પૂર્ણ કર્યા પછી, કોહલીએ પોતાના બંને બેટ પોતાના ખભા પર મૂક્યા અને ગંભીર સાથે વાત કર્યા વિના ચાલ્યો ગયો હતો.

હકીકતમાં, સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, નેટ સત્ર સમાપ્ત થયા પછી, વિરાટ કોહલીએ પોતાનું બેટ ખભા પર લટકાવ્યું અને ગંભીર પાસેથી બોલ્યા વિના ચાલ્યો ગયો, જ્યારે રોહિત શર્મા થોડી વાર માટે અટકી ગયો અને ગંભીર સાથે વાત કરી. ODI શ્રેણીની શરૂઆતથી, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે જે સૂચવે છે કે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી હાલમાં સંબંધો સારા નથી. જોકે, કોહલીએ પુષ્ટિ આપી છે કે તે આગામી વિજય હજારે ટ્રોફીમાં રમશે.

ભારત શ્રેણીમાં 1-0 થી આગળ

ભારતે રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી હતી. વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 135 રન બનાવ્યા હતા. આ કોહલીની 52મી સદી હતી, જ્યારે રોહિત શર્માએ 57 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પણ 60 રન બનાવ્યા હતા, જેનાથી ભારતને 17 રનથી વિજય મળ્યો હતો.

ભારતના સંભવિત પ્લેઈંગ 11:

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, નીતિશ કુમાર રેડ્ડી, કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ

દક્ષિણ આફ્રિકાના સંભવિત પ્લેઇંગ 11:

એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક/રિયાન રિકેલ્ટન (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રુઇસ, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, નાન્દ્રે, ઓટનીએલ બાર્ટમેન.