IND vs ENG Highlights Score, 2nd ODI: ઇંગ્લેન્ડે બીજી વનડે 4 વિકેટથી જીતીને શ્રેણી 1-1થી બરોબર કરી, જો રૂટ 1 રનથી સદી ચુક્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે કાર્ડિફમાં રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 16 Jul 2026 04:49 PM (IST)Updated: Fri, 17 Jul 2026 01:52 AM (IST)
ind-vs-eng-2nd-odi-live-score-today-india-vs-england-cricket-full-scorecard-updates-highlights

IND vs ENG 2nd ODI Cricket Score, India vs England Match Score Updates Highlights (ભારત વિ.ઇંગ્લેન્ડ લાઇવ સ્કોર): ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે કાર્ડિફમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 233 રન બનાવ્યા હતા. જો રૂટના 99* રનની મદદથી ઇંગ્લેન્ડે 44.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 234 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે મેચ 6 વિકેટથી જીતીને શ્રેણી બરાબર કરી છે. હવે અંતિમ વનડે 19 જુલાઈને રવિવારે લોર્ડ્સમાં રમાશે. 

ઇંગ્લેન્ડે મેચ જીત્યું

કાર્ડિફમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ ઇંગ્લેન્ડે 4 વિકેટથી જીતી લીધી. જો રૂટે શાનદાર ઇનિંગ રમી પણ સદીથી દૂર રહ્યો. તે 99 રન બનાવીને અણનમ રહ્યો અને ગુસ એટકિન્સને બાઉન્ડ્રી વડે પોતાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો.

વિલ જેક્સ આઉટ

ગુરનૂર બ્રારે આખરે ભારતને સફળતા અપાવી. જેક્સ 44 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો. જોકે, જો રૂટે ઇંગ્લેન્ડ માટે એક છેડે મજબૂતી સાથે જાળવી રાખ્યો છે.

જોસ બટલર આઉટ થયો

ભારત સામેની બીજી વનડેમાં ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. અક્ષર પટેલે જોસ બટલરને મેદાનની બહાર મોકલી દીધો છે. બટલર 18 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

જો રૂટની હાફ સેન્ચુરી

જો રૂટે કાર્ડિફમાં ભારત સામેની બીજી વનડેમાં અડધી સદી ફટકારી. રૂટે 76 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે પહેલી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી.

સેમ કુરન આઉટ

ભારતે ઈંગ્લેન્ડ સામે ચોથી સફળતા મેળવી છે. શિવમ દુબેએ સેમ કુરનને આઉટ કર્યો છે. કુરન 31 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.

હેરી બ્રુક આઉટ

ભારત સામેની બીજી વનડેમાં ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો પડ્યો. કેપ્ટન હેરી બ્રુકને ગુરનૂર બ્રારે આઉટ કર્યો. બ્રુક 16 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો.

જેકબ બેથેલ આઉટ

ભારતે ઇંગ્લેન્ડને શરૂઆતના બે ઝટકા આપ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાએ જેકબ બેથેલને આઉટ કર્યો. બેથેલ 10 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો.

બેન ડકેટ આઉટ

ભારતને ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેના પહેલા જ બોલે સફળતા મળી. જસપ્રીત બુમરાહે બેન ડકેટને ગોલ્ડન ડક પર આઉટ કર્યો.

ભારત 233 રનમાં ઓલઆઉટ

ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વાઇસ-કેપ્ટન શ્રેયસ અય્યરે જોરદાર લડાઈ આપી હતી, જેમાં તેણે 66 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી અને તેને 65 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 234 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

શ્રેયસ અય્યર આઉટ

ભારત તરફથી એક છેડો સંભાળી રાખનાર શ્રેયસ અય્યર પણ આઉટ થઈ ગયો. તેને ગુસ એટકિન્સને આઉટ કર્યો. અય્યરે 71 બોલમાં 66 રન બનાવ્યા.

ગુરનૂર બ્રાર આઉટ

ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. ભારતે તેની આઠમી વિકેટ ગુમાવી દીધી છે. ગુરનૂર બ્રાર સાત રન બનાવીને આઉટ થયો હતો. તેને સાકિબ મહમૂદે આઉટ કર્યો.

શિવમ દુબે ગોલ્ડન ડક પર આઉટ

ભારત સામેની બીજી વનડેમાં ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી. ટીમ ઇન્ડિયાને સાતમો ઝાટકો લાગ્યો. જોફ્રા આર્ચરે દુબેને ગોલ્ડન ડક પર આઉટ કર્યો.

અક્ષર પટેલ આઉટ

ભારતને છઠ્ઠો ઝાટકો અક્ષર પટેલ રૂપે લાગ્યો હતો. જોફ્રા આર્ચરે અક્ષર પટેલને 1 રન પર આઉટ કર્યો. ભારતનો સ્કોર હવે 193/6 છે.

શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી

ટીમ ઈન્ડિયાના વાઇસ-કેપ્ટન શ્રેયસ અય્યરે કાર્ડિફમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટીમ ઈન્ડિયા સતત વિકેટ ગુમાવી રહી છે અને અય્યરે એક છેડે મજબૂત પકડ જમાવી રાખી છે.

વોશિંગ્ટન સુંદર આઉટ

કાર્ડિફમાં ઇંગ્લેન્ડ સામે ભારતે એક પછી એક વિકેટો ગુમાવી. ભારતની અડધી ટીમ પેવેલિયન પાછી ફરી છે. સુંદરને સાકિબ મહમૂદે 2 રન બનાવીને આઉટ કર્યો.

વિરાટ કોહલી આઉટ

ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ચોથી વિકેટ ગુમાવી દીધી છે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી 66 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો છે. તેને જોફ્રા આર્ચરે આઉટ કર્યો.

વિરાટ કોહલીની હાફ સેન્ચુરી

વિરાટ કોહલીએ કાર્ડિફમાં ઈંગ્લેન્ડ સામે રમતી વખતે ઈતિહાસ રચ્યો. કોહલીએ માત્ર 52 બોલમાં અડધી સદી ફટકારી, ભૂતપૂર્વ મહાન વિવ રિચાર્ડ્સની બરાબરી કરી. આ કોહલીનો ઇંગ્લેન્ડ સામે વનડેમાં 14મો 50+ સ્કોર હતો. વિવ રિચાર્ડ્સે ઇંગ્લેન્ડ સામે વનડેમાં 14 અડધી સદી પણ ફટકારી હતી. કોહલી હવે ફક્ત કુમાર સંગાકારાથી પાછળ છે, જેણે 15 વખત 50 રનનો આંકડો પાર કર્યો હતો.

ઈશાન કિશન આઉટ

ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ભારતે પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. પ્લેઈંગ ઈલેવનમાં કેએલ રાહુલના સ્થાને આવેલો ઈશાન કિશન નિષ્ફળ ગયો છે. કિશન આઠ બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. તેને સેમ કુરન દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો.

રોહિત શર્મા આઉટ

ભારતને ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં બીજો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા સતત બીજી મેચમાં નિષ્ફળ ગયો અને વિલ જેક્સ દ્વારા આઉટ થયો. રોહિત 26 રને આઉટ થયો.

ભારતે 100 રન પૂરા કર્યા

કાર્ડિફમાં ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ભારતે 100 રન પૂરા કર્યા છે. ટીમ ઇન્ડિયાએ 15.5 ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રીઝ પર છે. રોહિત 26 રન પર છે, જ્યારે કોહલી 35 રન પર છે.

10 ઓવર પૂરી

ભારતની ઇનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા છે. કેપ્ટન શુભમન ગિલના રૂપમાં ભારતે એક વિકેટ ગુમાવી છે. ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રીઝ પર છે.

શુભમન ગિલ આઉટ

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ભારતને પહેલો ફટકો પડ્યો છે. કેપ્ટન શુભમન ગિલ 30 બોલમાં 31 રન બનાવીને ગુસ એટકિન્સનના બોલ પર આઉટ થયો. બેન ડકેટે કવર પર એક શાનદાર કેચ પકડીને ભારતીય કેપ્ટનની ઇનિંગનો અંત લાવ્યો.

ઇંગ્લેન્ડે ટોસ જીત્યો

કાર્ડિફમાં ભારત સામેની બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ટીમમાં એક ફેરફાર કર્યો, જેમાં કેએલ રાહુલ નાદુરસ્ત તબિયતને કારણે બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બંને ટીમોની સ્ક્વોડ

ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, ગુરનુર બ્રાર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ.

ઇંગ્લેન્ડની ટીમ

બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કુરન, વિલ જેક્સ, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ

રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે નજર

પ્રથમ વનડે મેચમાં ભારતે ભલે જીત મેળવી હોય, પરંતુ ટીમના બે સૌથી અનુભવી અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પ્રથમ મેચમાં હિટમેન રોહિત શર્મા માત્ર 11 રન બનાવી શક્યો હતો, જ્યારે રન મશીન વિરાટ કોહલી માત્ર 5 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. આ બંને સિનિયર ખેલાડીઓ પ્રથમ મેચની નિષ્ફળતાને ભૂલીને કાર્ડિફના મેદાન પર મોટી ઇનિંગ રમવા અને ફોર્મમાં પરત ફરવા માટે આતુર હશે.

ગિલ, અક્ષર અને સુંદર ચમક્યા

પ્રથમ વનડેમાં જ્યારે ભારતના ટોપ ઓર્ડરના ધબડકા પછી ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, ત્યારે કેપ્ટન શુભમન ગિલ, ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે શાનદાર અર્ધસદી ફટકારીને ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું હતું અને જીત અપાવી હતી. આ ત્રણેય ખેલાડીઓના ફોર્મને જોતા મિડલ ઓર્ડરમાં ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે.

કાર્ડિફમાં ભારતનો વનડે રેકોર્ડ

ભારતીય ટીમે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 4 વનડે મેચ રમી છે, જેમાં ટીમનો રેકોર્ડ મિશ્ર રહ્યો છે. ભારત અહીં 2 મેચ જીત્યું છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

  • 16 સપ્ટેમ્બર 2011: ઇંગ્લેન્ડે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું.
  • 6 જૂન 2013 (ચેમ્પિયન્સ ટ્રોફી): ભારતે દક્ષિણ આફ્રિકાને 26 રને ધૂળ ચટાવી હતી.
  • 20 જૂન 2013 (ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઇનલ): ભારતે શ્રીલંકાને 8 વિકેટે કચડી નાખ્યું હતું.
  • 27 ઓગસ્ટ 2014: ભારતે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને 133 રનથી હરાવ્યું હતું.

છેલ્લી વાર જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ આ મેદાન પર આમને-સામને આવ્યા હતા ત્યારે ભારતે વન-સાઇડેડ મેચ જીતી હતી. આ જ ઇતિહાસ ટીમ ઇન્ડિયાનું મનોબળ વધારશે.