IND vs NZ: ટેસ્ટ સિરીઝ પહેલા મુશ્કેલીમાં ન્યૂઝીલેન્ડ, ટીમમાંથી બહાર થયો આ ધાકડ ખેલાડી

સેન્ટનરના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. સ્પિન ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટ સેન્ટનરની જગ્યા લેશે. ટેસ્ટ ટીમની કમાન ટોમ લાથમના હાથમાં છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 17 Nov 2026 09:55 AM (IST)Updated: Tue, 17 Nov 2026 09:55 AM (IST)
ind-vs-nz-test-series-mitchell-santner-ruled-out-injury-dean-foxcroft-replacement
મિચેલ સેન્ટનર

Mitchell Santner Injured: T20 અને વનડે સિરીઝ બાદ હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવાની છે. જોકે ટેસ્ટ સિરિઝ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમની મુશ્કેલી વધી છે. ઓલ રાઉન્ડર અને વનડે કેપ્ટન મિચેલ સેન્ટનર ટેસ્ટ સિરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેમના જમણા હાથમાં ફેક્ચર થયું હોવાની માહિતી સામે આવી છે.

મિચેલ સેન્ટનર થયો ઇજાગ્રસ્ત

મંગળવારે 17 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સેન્ટનરની ઈજા વિશે માહિતી આપી હતી. છેલ્લી વનડે દરમિયાન અર્શદીપ સિંહનો બોલ સેન્ટનરને વાગ્યો હતો જે બાદ તેમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમને ટેસ્ટ ટીમમાંથી બહાર થવું પડ્યું છે. સેન્ટનર ન્યૂઝીલેન્ડનો આધારભૂત ખેલાડી છે અને સ્પીન ઓલ રાઉન્ડર છે. તેમના બહાર થવાથી ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

કોણ લેશે સેન્ટનરની જગ્યા?

સેન્ટનરના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. સ્પિન ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટ સેન્ટનરની જગ્યા લેશે. ટેસ્ટ ટીમની કમાન ટોમ લાથમના હાથમાં છે. ફોક્સક્રોફ્ટે મે મહિનામાં આર્યલેન્ડ સામે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

ક્યારે મેદાનમાં વાપસી કરશે સેન્ટનર?

સેન્ટનરની ઈજા કેટલી ગંભીર છે અને તે ક્યારે મેદાનમાં વાપસી કરશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ભારત સામેની ટેસ્ટ સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં સેન્ટનર વાપસી કરશે કે નહીં તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. તેમની રિકવરીના આધારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ આગામી નિર્ણય લેશે.

ક્યારે શરુ થશે ટેસ્ટ સિરીઝ?

નોધનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 19 નવેમ્બરમાં શરુ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતે ટી20 અને વનડે સિરીઝ લીધી છે. હવે ટેસ્ટ સિરીઝ પર પણ કબજો કરવા માટે ટીમ ઈન્ડીયા મેદાનમાં ઉતરશે. પહેલી ટેસ્ટ 19 નવેમ્બરના રોજ શરુ થશે, જે વેલિંગટનમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ ક્રાઈટચર્ચ ખાતે 27 નવેમ્બરના રોજ શરુ થશે.

જો કે, ભારતનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડની ધરતી પર સારો નથી. ભારતે ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ સિરીઝ રમી છે, જેમાંથી ફક્ત બે વાર જ સિરીઝ જીતી છે. પહેલીવાર ભારતે મનસુર અલી ખાન પટૌડીના નેતૃત્વમાં સિરીઝ જીતી હતી . ત્યાર બાદ 2009 મા ધોનીની કેપ્ટન્સીમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી.