IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાએ 720 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી છે. આ દરમિયાન કેએલ રાહુલ અને ઋષભ પંતે સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ એક ઈનિંગમાં 700 થી વધુ રન બનાવીને અનેક કિર્તીમાન રચી દીધા છે.
અનેક રેકોર્ડ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કર્યા
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કોઈનેૉ પણ આશા નહોતી કે ભારત આટલો મોટો સ્કોર બનાવી શકશે. કારણે કે, હંમેશા ન્યૂઝીલેન્ડની ધરતી પર આટલો મોટો સ્કોર બનાવવો આસાન નથી હોતો. પરંતુ ભારતીય બેટ્સમેનોએ કોઈપણ મુશ્કેલી વિના કિવી બોલર્સને બરાબરના ફટકાર્યા હતા. જે બાદ અનેક રેકોર્ડ ટીમ ઈન્ડિયાના નામે થઈ ગયા છે. વેલિંગ્ટનન બેસિન રિઝર્વ મેદાનમાં ટીમ ઈન્ડિયા 9 વિકેટે 720 રન બનાવીને દાવ ડિક્ટેર કર્યો હતો.
ભારતે કયા કયા રેકોર્ડ બનાવ્યો
- આ ભારતીય ટીમ દ્વારા વિદેશમાં બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 707 રન બનાવ્યા હતા.
- આ ઉપરાંત ન્યૂઝીલેન્ડમાં કોઈ પણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે 715 રન બનાવ્યા હતા.
- ભારતે 700 થી વધુ રન પાંચ વખત બનાવ્યા છે જ્યારે શ્રીલંકાએ સૌથી વધુ 9 વખત આ કારનામું કર્યું છે. આમ સૌથી વધુ વખત 700 રન બનાવવાના મામલે ભારત બીજા નંબરે છે.
- વેલિંગ્ટનમાં 128 રનની ઈનિંગ રમીને પંતે ઈતિહાસ રચી દીધો છે. તે બધા 4 SENA દેશો સામે સદી ફટકારનાર પહેલો એશિયાઈ વિકેટકીપર બની ગયો છે.
ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદીઓ ફટકારનાર એશિયાઈ બેટ્સમેનો
- મોહમ્મદ અઝહરુદ્દીન
- સચિન તેંડુલકર
- સઈદ અનવર
- રાહુલ દ્રવિડ
- યુનિસ ખાન
- કુમાર સંગાકારા
- વિરાટ કોહલી
- કે.એલ. રાહુલ
કેએલ રાહુલે અને પંતની સદી
ભારતીય પારી વિશે વાત કરીએ તો કેએલ રાહુલે 136 અને પંતે 128 રનની ઈનિંગ રમી હતી. તો બીજી તરફ કેપ્ટન ગિલ 98 રને આઉટ થઈને સદી ચૂકી ગયો હતો. જ્યાકે જયસ્વાલ અને પડીક્કલે પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. તો છેલ્લે વિસ્ફોટક બેટિંગ કરતા ધ્રુવ જુરેલે 79 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા. જુરેલના આઉટ થયા બાદ ભારતે ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી.
