IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાની ન્યુઝીલેન્ડ સામે 44 રને જીત, ચક્રવર્તીને મળી 5 સફળતા; 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ માટે જંગ

આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ દુબઈના મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 2:30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ટોસ બપોરે 2 વાગ્યે થશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 02 Mar 2025 04:38 PM (IST)Updated: Sun 02 Mar 2025 09:56 PM (IST)
ind-vs-nz-live-score-india-vs-new-zealand-champions-trophy-2025-match-latest-scorecard-updates-483908

IND vs NZ Live Score, Champions Trophy 2025: ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં છેલ્લી લીગ મેચ ન્યૂઝીલેન્ડ સાથે રમી હતી. દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું હતું. સેમીફાઇનલમાં ભારતનો સામનો હવે ઓસ્ટ્રેલિયા સામે થશે.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. કેન વિલિયમસને સૌથી વધુ 81 રન બનાવ્યા હતા.

આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાની ઈનિંગની મદદથી 249 રન બનાવ્યા હતા. કિવી ટીમને જીતવા માટે 250 રનની જરૂર હતી.

IND vs NZ Live Score: સેમીફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતે છેલ્લી ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રને હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચે પ્રથમ સેમિફાઇનલ રમાશે.

IND vs NZ Live Score: વરુણ ચક્રવર્તીએ પણ પોતાના પંજા ખોલ્યા છે. મેટ હેનરીએ મોટો શોટ રમવાના પ્રયાસમાં વિરાટ કોહલીને કેચ આપી દીધો હતો. વરુણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી બોલ આઉટ થનાર માત્ર ત્રીજો બોલર બન્યો છે. તેના પહેલા રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ આવી સિદ્ધિ મેળવી હતી.

IND vs NZ Live Score: અક્ષર પટેલે કેન વિલિયમસનને સ્ટમ્પ કર્યો હતો.

IND vs NZ Live Score: વરુણ ચક્રવર્તીએ મેચને ભારતની તરફેણમાં નમાવી દીધી છે. જોકે કેન વિલિયમસન હજુ પણ ક્રિઝ પર છે.

કેન વિલિયમસનની વિકેટ સૌથી મહત્વની છે અને ભારતે વિલિયમસનને આઉટ કરવાની બીજી તક ગુમાવી છે. 35મી ઓવરમાં વિલિયમ્સન જાડેજાના છેલ્લા બોલ પર ડ્રાઈવ કરવા ગયો પરંતુ બોલ બેટની બહારની કિનારી લઈને રાહુલના ગ્લોવમાં વાગી ગયો.

IND vs NZ Live Score: રવીન્દ્ર જાડેજાએ ટોમ લાથમના રૂપમાં ભારતને સફળતા અપાવી છે. જાડેજાએ ફુલર બોલ નાખ્યો અને લેથમે સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો. જો કે, લેથમ બોલની લાઇન ચૂકી ગયો અને અમ્પાયરે તેની આંગળી ઉંચી કરવામાં વિલંબ કર્યો નહીં.

IND vs NZ Live Score: કેન વિલિયમસને ODI ક્રિકેટમાં તેની 47મી અડધી સદી પૂરી કરી. તેણે 77 બોલમાં ચોગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેન વિલિયમસન ભારત સામે વનડેમાં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વિલિયમસને આ મામલે રોસ ટેલરને હરાવ્યો છે.

IND vs NZ Live Score: મિશેલ અને વિલિયમસન વચ્ચેની ભાગીદારી હવે ખતરનાક બનવા તરફ આગળ વધી રહી હતી. જોકે કુલદીપે આ 44 રનની ભાગીદારીને તોડી હતી.

IND vs NZ Live Score: હર્ષિત રાણાના સ્થાને પ્લેઈંગ 11માં આવેલા વરુણ ચક્રવર્તીએ ભારતને બીજી સફળતા અપાવી. તેણે 12મી ઓવરના ત્રીજા બોલ પર વિલ યંગને બોલ્ડ કર્યો હતો. યંગે 35 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી.

IND vs NZ Live Score: હાર્દિક પંડ્યાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે રચિન રવિન્દ્રને પેવેલિયનમાં મોકલ્યો હતો. કિવી ઓપનરે 12 બોલમાં 6 રનની ઇનિંગ રમી હતી. અક્ષર પટેલે રચિનનો શાનદાર કેચ લીધો હતો.

IND vs NZ Live Score: હાર્દિક પંડ્યાના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલો મોહમ્મદ શમી પણ કેચ આઉટ થયો હતો. શમીએ 8 બોલમાં 5 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 250 રનની જરૂર છે.

IND vs NZ Live Score: મોટી હિટ ફટકારવાનો પ્રયાસ કરી રહેલો હાર્દિક પંડ્યા કેચ આઉટ થયો હતો. તેણે 45 બોલનો સામનો કર્યો અને 45 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 4 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી.

IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડની ટીમે ફરી એકવાર બતાવ્યું કે તેની ફિલ્ડિંગ કેટલી મજબૂત છે. કેન વિલિયમસને રવિન્દ્ર જાડેજાનો જોરદાર કેચ પક્ડયો હતો. જાડેજાએ 20 બોલનો સામનો કરીને 16 રન બનાવ્યા હતા.

IND vs NZ Live Score: કેએલ રાહુલના રૂપમાં ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 29 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 1 ચોગ્ગો પણ માર્યો હતો. હવે હાર્દિક અને જાડેજા ક્રિઝ પર હાજર છે.

IND vs NZ Live Score: શ્રેયસ અય્યર 79 રન બનાવીને આઉટ થયો હતો. તે વિલિયમ ઉરુર્કીની બોલિંગમાં યંગના હાથે કેચ આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો હતો. કેએલ રાહુલ પંડ્યા સાથે ક્રિઝ પર હાજર છે.

IND vs NZ Live Score: અક્ષર પટેલ 42 રન બનાવીને આઉટ થયો, ટીમ ઈન્ડિયાનો સ્કોર 30 ઓવર બાદ 4 વિકેટના નુકશાન પર 130 રન, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ક્રીઝ પર

IND vs NZ Live Score: શ્રેયસ અય્યરની હાફ સેન્ચુરી, અક્ષર પટેલ સાથે કરી 98 રનની પાર્ટનરશીપ

IND vs NZ Live Score: અય્યર અને અક્ષરે સંભાળી ટીમ ઈન્ડિયાની ઈનિંગ, બંને વચ્ચે 50 રનની પાર્ટનરશીપ; ટીમનો સ્કોર 21 ઓવર પછી 84/3

IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 ઓવર બાદ 3 વિકેટના નુકશાન પર 30 રન, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ ક્રીઝ પર

IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો ધબડકો! ગિલ, રોહિત અને કોહલી પેવેલિયન ભેગા થયા

IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત, બંને ઓપનર પેવેલિયન ભેગા; કોહલી-અય્યર ક્રીઝ પર

IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાને ત્રીજી જ ઓવરમાં લાગ્યો પ્રથમ ઝટકો, શુભમન ગિલ 2 રન બનાવીને આઉટ

IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડનો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય, ભારતીય ટીમમાં 1 બદલાવ; વિરાટ કોહલીની 300મી વનડે મેચ

IND vs NZ Live Score: વિરાટ કોહલીની 300મી વનડે મેચ

આજે વિરાટ કોહલી પોતાના ODI કરિયરની 300મી મેચ રમશે. આ સિદ્ધિ મેળવનાર તે સાતમો ભારતીય બનશે.

IND vs NZ Live Score: બંને ટીમોની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (w), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (w), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (C), મેટ હેનરી, કાયલ જેમિસન, વિલિયમ ઓરર્કે.

IND vs NZ Live Score: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમનેસામને થશે. બંને ટીમોએ પહેલેથી જ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, ત્યારે, આ મેચ જીતનાર ગ્રુપ Aમાં પ્રથમ સ્થાને રહેશે.

IND vs NZ Live Score: ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ભારત અને ન્યુઝીલેન્ડ એકમાત્ર વખત વર્ષ 2000માં આમને-સામને આવ્યા હતા. જ્યારે આ ટૂર્નામેન્ટને ICC નોકઆઉટ તરીકે ઓળખવામાં આવતી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ કિવી ટીમને 264 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે ન્યૂઝીલેન્ડે 49.4 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

IND vs NZ Live Score: વનડે ક્રિકેટમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ અત્યાર સુધીમાં 118 ODI મેચોમાં સામસામે આવી ચૂક્યા છે, જેમાં ભારતે 60 અને ન્યૂઝીલેન્ડે 50 જીત મેળવી છે. 7 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે 1 મેચ ટાઈ થઈ હતી.

IND vs NZ Live Score: આઈસીસી ઈવેન્ટ્સમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

ICC ઇવેન્ટ્સમાં બંને ટીમો 11 વખત ટકરાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે 6 અને ભારતે 5 વખત જીત મેળવી છે.

IND vs NZ Live Score: લાઈવ સ્ટ્રીમિંગ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે જ્યારે મોબાઇલ પર જિયોહોટસ્ટાર એપ પર જોઈ શકાશે.

IND vs NZ Live Score: દુબઈ પિચ રિપોર્ટ (Dubai Pitch Report)

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દુબઈમાં રમાયેલી બંને મેચોમાં કોઈપણ ટીમ 250 રન સુધી પહોંચી શકી નથી. પહેલી મેચમાં બાંગ્લાદેશે ભારત સામે 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જ્યારે બીજી મેચમાં પાકિસ્તાને ભારતને 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બંને મેચ ભારતે છ વિકેટથી આસાનીથી ચેઝ કરી જીત મેળવી હતી. દૂબઈની પિચ ધીમી અને સ્પિનરો માટે અનુકૂળ માનવામાં આવે છે, જેનાથી સ્પિન બોલરોને સહાય મળે છે.

IND vs NZ Live Score: દુબઈમાં હવામાન કેવું રહેશે (Dubai Weather Forecast)

આજે દુબઈમાં હવામાન સ્પષ્ટ રહેશે તેવી શક્યતા છે. AccuWeather અનુસાર, 2 માર્ચે વરસાદની કોઈ શક્યતા નથી. દિવસ દરમિયાન તાપમાન આશરે 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.