IND vs NZ Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. છેલ્લી બે મેચમાં શાનદાર ફોર્મ દર્શાવી રહેલ ટીમ ઈન્ડિયાના ઑપનર અને વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસન પર ફેન્સ ખૂબ જ આશા રાખીને બેઠા છે. આજની મેચમાં સંજુ સેમસન માત્ર એક રન બનાવશે, તે સાથે જ ઈતિહાસ રચી દેશે.
સંજુ સેમસનની વાત કરીએ તો, તેમણે T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 1319 રન બનાવ્યા છે. જ્યારે T20 ઈન્ટરનેશનલ મેચમાં વિકેટ કીપર તરીકે સંજુ સેમસને 999 રન બનાવ્યા છે.
આ પણ વાંચો
હવે જો આજે ફાઈનલ મેચમાં સંજુ સેમસન માત્ર એક રન બનાવશે, તે સાથે જ ઈતિહાસ રચશે. સંજુ ભારત માટે T20 ઈન્ટરનેશનલ મેચમાં વિકેટ કીપર તરીકે 1000 રન બનાવનાર બીજો ખેલાડી બની જશે.
સંજુની પહેલા માત્ર મહેન્દ્રસિંહ ધોની જ આ યાદીમાં છે. જેણે 98 મેચની 85 ઈનિંગ્સમાં 1617 રન ફટકાર્યા છે. જ્યારે ત્રીજા ક્રમે રહેલ રિષભ પંતે 64 મેચની 54 ઈનિંગ્સમાં 996 રન બનાવ્યા છે.
T20 વર્લ્ડકપ 2026માં સંજુ સેમસનને શરૂઆતની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. જો કે જ્યારે તેને સ્થાન મળ્યુ, તે સાથે જ તેના પ્રદર્શને સૌ કોઈની બોલતી બંધ કરી દીધી હતી.
આ વર્લ્ડકપમાં સંજુ સેમસને 4 મેચમાં 232 રન ફટકાર્યા છે. જેની ઈનિંગ્સની વાત કરીએ તો, 24, 22, 97 રન અણનમ અને છેલ્લી મેચમાં 89 રનની ઈનિંગ્સ સામેલ છે. આ દરમિયાન સંજુનો સ્ટ્રાઈક રેટ લગભગ 200ની ઉપર રહ્યો છે. આટલું જ નહીં, છેલ્લી બે મેચમાં સંજુ સેમસનના શાનદાર પ્રદર્શન બદલ તેને મેન ઑફ ધી મેચના ખિતાબથી નવાજવામાં આવ્યો છે.
