Cricket News: ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ પોતાની જિંદગીની નવી ઈનિંગ્સ શરૂ કરી દીધી છે. હકીકતમાં પૃથ્વી શૉ લાંબા સમયથી આકૃતિ અગ્રવાલ નામની યુવતીને ડેટ કરી રહ્યો હતો, જો કે હવે બન્નેએ સગાઈ કરી લીધીછે.
પૃથ્વી શૉએ આજે 8 માર્ચના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ગર્લફ્રેન્ડ આકૃતિ સાથેની સગાઈની તસવીરો શેર કરી છે. તાજેતરમાં જ પૃથ્વી શૉ અને આકૃતિ બન્ને એકસાથે અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્ન પ્રસંગે જોવા મળ્યા હતા. જે બાદ પૃથ્વી શૉની સાથે જોવા મળેલી યુવતીને લઈને ઘણાં ક્રિકેટ ફેન્સના મનમાં સવાલ ઉઠ્યા હતા.
આ પણ વાંચો
પૃથ્વી શૉએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, મેદાનમાં સિક્સર્સ ફટકારવાથી માંડીને જિંદગીભર હિટ થવા સુધીની તક. આ મારી પરફેક્ટ ઈનિંગ્સ છે. આ સાથે જ પૃથ્વી શૉએ હેશટેગ #justengaged લખવા સાથે સગાઈની તસવીરો શેર કરી છે. જેમાં તે આકૃતિને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આકૃતિએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી છે.
આકૃતિ અગ્રવાલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર
આકૃતિ અગ્રવાલના ઈન્સ્ટાગ્રામ બાયોમાં જણાવ્યા મુજબ, તે એક ફેશન ઈન્ફ્લુએન્સર અને સોશિયલ મીડિયા કન્ટેટ ક્રિએટર છે. જે ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને શોર્ટ વીડિયો થકી લોકપ્રિય થઈ હતી. આટલું જ નહીં, આકૃતિ મ્યુઝિક વીડિયો અને ટીવીમાં પણ જોવા મળી ચૂકી છે.
જ્યારે પૃથ્વી શૉએ 2018માં ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ. જો કે 2020માં એડિલેડ ટેસ્ટ બાદ પૃથ્વી શૉ સતત ટીમની બહાર છે. પૃથ્વી શૉએ 9 ઈનિંગ્સમાં 339 રન બનાવ્યા છે. જ્યારે વન-ડે ઈન્ટરનેશનલમાં પૃથ્વીએ 6 ઈનિંગ્સમાં 189 રન બનાવ્યા, પરંતુ 2021 બાદ તેને ફરીથી તક નથી આપવામાં આવી. IPL 2026માં પણ દિલ્હી કેપિટલ્સે છેક છેલ્લી ઘડીએ માત્ર 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં પૃથ્વી શૉને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
